Get The App

જામનગરના એક વેપારી વ્યાજખોરની ચુંગાલમાં ફસાયા હોવાથી મામલો સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં પહોંચ્યો

Updated: Mar 23rd, 2024


Google NewsGoogle News
જામનગરના એક વેપારી વ્યાજખોરની ચુંગાલમાં ફસાયા હોવાથી મામલો સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં પહોંચ્યો 1 - image


Image Source: Freepik

જામનગરના વ્યાજખોરે મુદ્દલ જેટલું જ પાંચ ટકા લેખે રાક્ષસી વ્યાજ વસુલી લીધા પછી ૫.૬૫ લાખના ચેકમાં સહી કરાવી લીધી

જામનગર, તા. 23 માર્ચ 2024 શનિવાર

જામનગરના એક વેપારી વ્યાજખોર ની ચૂંગાલમાં ફસાયા છે, અને સવા બે લાખ રૂપિયા માસિક ૫ ટકા ના વ્યાજે લીધા પછી મુદ્દલથી વધુ વ્યાજની રકમ ચૂકવી દીધા છતાં વેપારીને માર મારી બળજબરી પૂરક પાંચ લાખ પાંસઠ હજારના કોરા ચેકમાં સહી કરાવી લીધી હોવાથી મામલો પોલીસ મથકમાં લઈ જવાયો છે, અને પોલીસે વ્યાજખોર સામે ગુનો નોંધ્યો છે.

આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં પવનચક્કી વિસ્તારમાં રહેતા સચિન પ્રવીણભાઈ નંદા નામના વેપારીએ પોતાના ધંધાની જરૂરિયાત માટે જામનગરના નાનક પુરી વિસ્તારમાં રામનાથ કોલોની માં રહેતા મોહિત સુભાષભાઈ નંદા નામના શખ્સ પાસે રૂપિયા બે લાખ ૨૫ હજાર માસિક પાંચ ટકા લેખે વ્યાજે લીધા હતા, જેના બદલામાં આજ દિવસ સુધીમાં મુદલ કરતા વધારે એટલે કે બે લાખ ચાલીસ હજાર ની રકમ ચૂકવી દીધી હતી.

તેમ છતાં વધુ વ્યાજ અને મુદ્દલ રકમની પઠાણી ઉઘરાણી કરી ધાક ધમકીઓ અપાતી હતી, અને બળજબરી પૂર્વક ૫,૬૫,૦૦૦ ની રકમ ભરેલો ચેક મેળવી લીધો હતો. તેથી આ મામલો સિટી એ. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયા પછી પી.એસ.આઇ.ટી.ડી. બુડાસણાએ મોહિત સુભાષભાઈ નંદાસ સામે આઈપીસી કલમ ૪૮૪,૫૦૪,૫૦૬-૧ અને મની લેન્ડર્સ એક કલમ ૫,૩૯,૪૦, અને ૪૨ મુજબ ગુનો નોંધ્યો છે, અને તેની શોધખોળ હાથ ધરી છે.


Google NewsGoogle News