જામનગર જિલ્લામાં ૧૮૫ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને નિમણૂકપત્ર એનાયત કરાયા
જામનગર, તા. 12 માર્ચ 2024 મંગળવાર
સંકલિત બાળ વિકાસ યોજના અંતર્ગત આઈ.સી.ડી.એસ. શાખા, જિલ્લા પંચાયત જામનગર દ્વારા કાર્યરત ૮૮૮ જિલ્લાની આંગણવાડી કાર્યકર અને તેડાગરની જગ્યાઓ અંગે ઓનલાઇન ભરતી સને.૨૦૨૩/૨૪ માટેની જાહેરાત તા. ૦૮/૧૧/૨૦૨૩ ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવી હતી.
જેમાં ઓક્ટોબર ૨૩ કટઓફથી આગામી ૬ માસ(એપ્રિલ-૨૦૨૪) સાથેની સંભવિત ખાલી પડનાર આંગણવાડી કાર્યકરની ૭૦ અને આંગણવાડી તેડાગરની ૧૮૪ એમ કુલ ૨૫૪ જગ્યાઓની જાહેરાત બહાર પાડેલ હતી. જે અંતર્ગત તા ૦૪/૦૩/૨૦૨૪ના રોજ આંગણવાડી કેન્દ્રો પર આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને નિમણુકપત્ર જે તે ગામના સરપંચશ્રી તથા જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતના પદાધિકારીશ્રીઓના હસ્તે આપવામાં આવ્યા હતા.
જેમાં આંગણવાડી કાર્યકરની ૬૪ જગ્યાઓ ભરાયેલ છે, જે પૈકી જામનગર ગ્રામ્ય ઘટક-૧ માં ૧૧, જામનગર ગ્રામ્ય ઘટક-૨ માં ૦૪, ધ્રોલમાં ૧૧, જોડીયામાં ૧૪, કાલાવડમાં ૦૮, જામજોધપુરમાં ૦૮ અને લાલપુર તાલુકામાં ૦૮ અને આંગણવાડી તેડાગરની ૧૨૧ જગ્યાઓ ભરાયેલ છે, જે પૈકી જામનગર ગ્રામ્ય ઘટક-૧ માં ૧૮, જામનગર ગ્રામ્ય ઘટક-૨ માં ૧૩, ધ્રોલમાં ૧૯, જોડીયામાં ૦૯, કાલાવડમાં ૨૩, જામજોધપુરમાં ૨૦ અને લાલપુર તાલુકામાં ૧૯ આમ કુલ ૧૮૫ જગ્યાઓ માટે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને નિમણૂકપત્ર આપવામાં આવ્યા હતા. તેમ આઈસીડીએસ શાખાના પ્રોગ્રામ ઓફિસર જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.