Get The App

હાથરસની ઘટના મામલે વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગ દળ અને દુર્ગાવાહિની દ્વારા કલેકટરને અપાયું આવેદન

Updated: Oct 3rd, 2020


Google NewsGoogle News
હાથરસની ઘટના મામલે વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગ દળ અને દુર્ગાવાહિની દ્વારા કલેકટરને અપાયું આવેદન 1 - image


જામનગર, તા. 3 ઓક્ટોબર 2020, શનિવાર

ઉત્તર પ્રદેશના હાથરસની ઘટના મામલે આજે વિશ્વ હિન્દુ પરિષદ અને તેની સંયુક્ત શાખા બજરંગ દળ તથા દુર્ગાવાહિની દ્વારા ભારતના રાષ્ટ્રપતિને સંબોધીને તૈયાર કરાયેલું આવેદનપત્ર જામનગરની જિલ્લા કલેક્ટર કચેરીએ સુપ્રત કરવામાં આવ્યું છે. અને જધન્ય અપરાધ કરનાર આરોપીઓ સામે કડકમાં કડક સજા કરવા માગણી કરી છે.

હાથરસની ઘટના મામલે વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગ દળ અને દુર્ગાવાહિની દ્વારા કલેકટરને અપાયું આવેદન 2 - image

જામનગરના વિશ્વ હિન્દુ પરિષદની શાખા ઉપરાંત બજરંગ દળ અને દુર્ગાવાહિનીના હોદ્દેદારો દ્વારા આજે ઉત્તર પ્રદેશની વાલ્મિકી સમાજની દીકરી પર જધન્ય કૃત્ય આચરનારા આરોપીઓ સામે સખત સજા કરવામાં આવે તેવી માંગણી સાથેનું આવેદનપત્ર ભારતના રાષ્ટ્રપતિને સંબોધીને લખ્યું હતું, અને જામનગરની જિલ્લા કલેકટર કચેરી કચેરીએ જઈ સુપ્રત કર્યું હતું.

હાથરસની ઘટના મામલે વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગ દળ અને દુર્ગાવાહિની દ્વારા કલેકટરને અપાયું આવેદન 3 - image


Google NewsGoogle News