જામનગરના મુસ્લિમ અગ્રણીઓ દ્વારા ટી.રાજા અને બીલકીશબાનું સંદર્ભે જિલ્લા કલેકટરને પાઠવાયું આવેદન
જામનગર,તા.27 ઓગષ્ટ 2022,શનિવાર
જામનગરમાં ગઈકાલે શુક્રવારે જુમ્મા નિ નમાઝ બાદ અહેમદ રઝા એજ્યુકેશન એન્ડ ફાઉન્ડેશન જામનગર દ્વારા તેલંગાના ના ધારાસભ્ય ટી. રાજા સીંગ કે જેણે ઈસ્લામ ના પૈગમબર સાહેબ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરેલી છે, તેના વીરોધમા તથા ૨૦૦૨ માં બિલકીસ બાનુ નામની સગર્ભા સ્ત્રી ઉપર જે ૧૧ નરાધમોએ દુષ્કર્મ આચર્યું હતું, તે તમામને નિર્દોષ જાહેર કરેલા છે, જેમણે ભારત દેશની દીકરી ઉપર ઘોર અન્યાય કર્યો છે. આ બંને બાબતોના સંદર્ભમાં જામનગરના જિલ્લા કલેકટર ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
આ તકે જામનગર જિલ્લાના મુસ્લિમ આગેવાનો સૈયદ મોહમ્મદબાપુ કાદરી, સૈયદ છોટે સલીમ બાપુ બેડી, મોહમ્મદ અસલમ રઝવી, હાજી યુસુફભાઈ એ. પરાસરા, દાઉદભાઈ નોત્યાર, ઉમરભાઈ સોઢા, અબ્બાસભાઈ બેલાઇ, મોહમમદ હુસેન કાજી, સત્તાર ભાઈ ખોળ, આદમભાઈ વાંઢા, હાજીભાઈ સોઢા હુસેનભાઈ રાવકળા, અહેમદ અલી વારા, ઉસ્માન ગની બાપુ,ઈમરાન ભાઈ રઝવી,પાણાખાણ સુલ્તાન ભાઈ બશર,તથા મુસ્લિમ આગેવાનો હાજર રહ્યા હતા.