જામનગરમાં એક જ દિવસમાં તાપમાનનો પારો 5.7 ડિગ્રી ગગડતાં પુન: ઠંડીનો ચમકારો
જામનગર,તા.09 ફેબ્રુઆરી 2024,શુક્રવાર
ચાલુ વર્ષે હુંફાળા શિયાળાની અનુભૂતિ બાદ છેલ્લા કેટલાક દિવસથી શિયાળાએ વિદાય લીધી હોય અને ઉનાળાની શરૂઆત થઇ હોય તેવા વાતાવરણથી અનુભૂતિ થયા બાદ છેલ્લા બે દિવસથી પવનની ઝડપ વધતાં ફરી ઠંડકનો અનુભવ જિલ્લાવાસીઓને થયો હતો.
જામનગર શહેરમાં છેલ્લા 24 કલાકમાં લઘુત્તમ તાપમાનનો પારો 5.7 ડિગ્રી ગગડતાં ઠંડીનો ચમકારો નોંધાયો હતો. મોડી રાત્રે અને વહેલી સવારે ગરમ કપડાં પહેરવા પડે તેવી ઠંડક અનુભવાઇ તો બપોરના સમયે ગરમીનો માહોલ જળવાયેલો રહ્યો હતો.
આજે સવારે આઠ વાગ્યે પૂરા થતાં 24 કલાકમાં લઘુત્તમ તાપમાનનો 13.8, મહત્તમ તાપમાન 28.0 ડિગ્રી નોંધાયું છે. હવામાં ભેજનું પ્રમાણ 53 ટકા અને પવનની ગતિ 8.6 કિ.મી. પ્રતિ કલાક નોંધાયું હતું.