Get The App

જામનગર મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ દરમિયાન વધુ 40.24 ટન કચરાનો નિકાલ કરાયો

Updated: Dec 3rd, 2023


Google NewsGoogle News
જામનગર મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ દરમિયાન વધુ 40.24 ટન કચરાનો નિકાલ કરાયો 1 - image


જામનગર, તા. 3 ડિસેમ્બર 2023 રવિવાર

જામનગર મહાનગરપાલિકા દ્વારા "સ્વચ્છતા હી સેવા" કાર્યક્રમ અંતર્ગત આજ રોજ શહેરમાં આવેલ લાલપુર બાયપાસ હાઇવે સફાઈ શ્રમદાનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ.  આ કાર્યક્રમમાં મેયર વિનોદ ખીમસૂરિયા, ડે. મેયર ક્રિષ્ના શોઢા, કમિશ્નર ડી. એન. મોદી,  તમેજ  મ્યુની. સભ્યો, દરેક શાખાના  અધિકારીઓ તેમજ શાખાના કર્મચારીઓ તેમજ બહોળા પ્રમાણમાં સ્થાનિક લોકો તેમજ એન.જી.ઓ, વેપારી એસોસિએશન, વેગેરે કાર્યક્રમમાં શ્રમદાન માટે જોડાયા અને શ્રમદાન કરવામાં આવ્યું હતું.

જામનગર મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ દરમિયાન વધુ 40.24 ટન કચરાનો નિકાલ કરાયો 2 - image

આ કાર્યક્રમમાં મહાનગરપાલિકાના કર્મચારીઓ, સ્થાનિક રહેવાસીઓ અને સફાઈ કર્મચારીઓ દ્વારા આશરે ૧૦૦૮ કલાક જેટલું શ્રમદાન આપવામાં આવ્યું જેમાંથી એકત્રિત થયેલ કચરાનું ૦૧ જે.સી.બી., ૦૮ ટ્રેક્ટર અને ૦૪ ટાટા ૪૦૭ કચરા નીકાલ વાહનો દ્વારા પ્રતિ વાહન ૦૨ ટ્રીપ મારફાત ૪૦.૨૪ ટન જેટલા ગાર્બેજનો નિકાલ કરવામાં આવ્યો હતો.


Google NewsGoogle News