જામનગરમાં આવેલા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં દિવાળીના દિવસે અન્નકૂટ ઉત્સવ ઉજવાયો
જામનગર શહેર અને જિલ્લામાંથી ૧૨૦૦ થી વધુ ભક્તજનોએ પ્રસાદ નો થાળ ધર્યો: મંદિર પરિસરમાં રંગોળી બનાવાઈ
જામનગર, તા. 13 નવેમ્બર 2023 સોમવાર
જામનગરની ભાગોળે સમર્પણ સર્કલ પાસે આવેલા બીએપીએસ સ્વામી નારાયણ ભગવાનના મંદિરમાં દિવાળીના તહેવારના દિવસે અન્નકૂટ ઉત્સવ ઉજવાયો હતો, જેમાં જિલ્લામાંથી ૧૨૦૦ ભક્તજનોએ આવીને પ્રસાદ નો થાળ ધર્યો હતો. જ્યારે મંદિર પરિષરને રંગોળી તેમજ લાઇટિંગ થી શુંશોભિત કરાયું હતું.
બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં પ્રતિવર્ષની જેમ આ વખતે પણ દિવાળીના પર્વની ભારે ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, અને ચોપડા પૂજન, અન્નકૂટ ઉત્સવ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.
સૌપ્રથમ તારીખ ૧૨.૧૦.૨૦૨૩ ને રવિવારના સાંજે ૮.૦૦ વાગ્યા દરમિયાન સંતો અને હરિભક્તોની ઉપસ્થિતિમાં દિવાળી નિમિત્તે મહાપુજા અને ચોપડા પૂજન વિધિ કરવામાં આવી હતી. ત્યારબાદ દિવાળીના દિવસે તારીખ ૧૩.૧૦.૨૦૨૩ ના બપોરે ૧૨.૩૦ વાગ્યાથી સાંજના સાત વાગ્યા સુધી અન્નકૂટ ઉત્સવ નું આયોજન કરાયું હતું. જેમાં શહેર જિલ્લામાંથી ૧,૨૦૦ થી વધુ ભક્તજનોએ ઉપસ્થિત રહી થાળ ધર્યો હતો.
સાથોસાથ મંદિર પરિસરને ઝળહળતી અને રંગબેરંગી રોશની થી સુશોભિત કરાયું હતું. જયારે મંદિર પરિસરમાં કલાત્મક રંગોળીઓ પણ બનાવાઈ હતી.