Get The App

'છોટીકાશી'માં શ્રી અન્નપૂર્ણા માતાજીના મંદિરે અન્નકૂટ તથા મહાપ્રસાદ

Updated: Jan 7th, 2024


Google NewsGoogle News
'છોટીકાશી'માં શ્રી અન્નપૂર્ણા માતાજીના મંદિરે અન્નકૂટ તથા મહાપ્રસાદ 1 - image


- તેજાબી વક્તા કાજલબેન હિન્દુસ્તાની સહિત હજારો ભક્તોએ લીધો દર્શન- પ્રસાદનો લાભ

જામનગર, તા. 07 જાન્યુઆરી 2024, રવિવાર

'છોટીકાશી'નું બિરૂદ ધરાવતા જામનગરમાં કાલાવડ નાકા બહાર લાલવાડી વિસ્તારમાં અન્નપૂર્ણા ચોક પાસે આવેલ શ્રી અન્નપૂર્ણા માતાજીનાં પ્રાચીન મંદિરે માગશર વદ એકાદશીનાં 21 દિવસીય અન્નપૂર્ણા વ્રતની પૂર્ણાહુતિ નિમિતે અન્નકૂટ ઉત્સવ તથા મહાપ્રસાદ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. 

'છોટીકાશી'માં શ્રી અન્નપૂર્ણા માતાજીના મંદિરે અન્નકૂટ તથા મહાપ્રસાદ 2 - image

રાષ્ટ્રવાદી તેજાબી વક્તા કાજલબેન હિન્દુસ્તાનીએ માતાજીનાં દર્શન કરી શિશ ઝૂકાવી મહાપ્રસાદનો લાભ લીધો હતો. બહોળી સંખ્યામાં મહિલાઓ સહિત હજારો ભક્તોએ મહાપ્રસાદનો લાભ લઇ માતા અન્નપૂર્ણાનાં આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી.


Google NewsGoogle News