જામનગરના ‘એડવોકેટ હારૂન પાલેજા’ હત્યા કેસમાં સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે અનિલ દેસાઈની નિમણૂક

Updated: Sep 10th, 2024


Google NewsGoogle News
જામનગરના ‘એડવોકેટ હારૂન પાલેજા’ હત્યા કેસમાં સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે અનિલ દેસાઈની નિમણૂક 1 - image


Jamnagar Advocate Harun Paleja Murder Case :  જામનગરના બેડી વિસ્તારમાં 13 માર્ચ 2024 ના સાંજના સમયે  એડવોકેટ હારૂન પલેજાનું આરોપીઓ (1) રજાક ઉર્ફે સોપારી (2)  બશીરભાઇ સાયચા (3) સિંકદરભાઇ ઉર્ફે સિકલો સાયચા (4) દિલાવર કકલ (5) સુલેમાન કકલ (6) રમજાનભાઇ સાયચા (7) ઇમરાન સાયચા (8) એજાઝ સાયચા (9) ગુલામ સાયચા (10) મહેબુબ સાયચા (11) ઉમર ચમડીયા (12) શબીર  ચમડીયા (13) અસગર સાયચા  વગેરે દ્રારા કાવતરૂં રચી તિક્ષણ હથિયાર વડે હત્યા કરવામાં આવી હતી.

સરકારના કાયદા વિભાગમાં આ કેસમાં સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે નિમણૂક કરવા માટે વકીલ મંડળ તથા આમ પ્રજા તરફથી રજુઆત થઇ હતી. જેના અનુસંધાને તાજેતરમાં રાજયના કાયદા વિભાગે રાજકોટના પૂર્વ જિલ્લા સરકારી વકીલ અને પબ્લિક પ્રોસિક્યુટર, રાજકોટ બાર એસોસિયેશનના પૂર્વ પ્રમુખ, રાજકોટના નામાંકિત સિનિયર એડવોકેટ અનિલ દેસાઇની સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે નિમણૂક કરવામાં આવી છે.

જાણીતા સિનિયર એડવોકેટ અનીલભાઇ દેસાઇ એ સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છના સંખ્યાબંધ ચકચારી કેસોમાં સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે તેમની ફરજ બજાવેલી છે અને ચકચારી કેસોમાં કુખ્યાત ગુનેગારોને સજા અપાવેલી છે. અનિલ દેસાઇ હાલ સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે સૌરાષ્ટ્ર-કચ્છના મહત્ત્વના જિલ્લાના જામનગર,મોરબી, રાજકોટ, પોરબંદર, અમરેલી,કચ્છ-ભુજ સહિતના જીલ્લાઓમા સરકાર તરફે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે સંખ્યાબંધ કેસોમાં નિમણૂંક થયેલી છે. 


Google NewsGoogle News