જામનગર તાલુકાના સિક્કાના એક બુઝુર્ગ તેમજ તેના વકીલને જામનગરની અદાલતમાં રસ્તો રોકી ધાક ધમકી અપાઈ

Updated: Sep 24th, 2023


Google NewsGoogle News
જામનગર તાલુકાના સિક્કાના એક બુઝુર્ગ તેમજ તેના વકીલને જામનગરની અદાલતમાં રસ્તો રોકી ધાક ધમકી અપાઈ 1 - image


Image Source: Freepik

- બેડીના નામચીન શખ્સ રજાક સોપારી સહિતના ત્રણ શખ્સો સામે કોર્ટ કેસ પાછો ખેંચવા અદાલત પરિસરમાં ધમકી આપ્યાની ફરિયાદ

જામનગર, તા. 24 સપ્ટેમ્બર 2023, રવિવાર

જામનગરની આદાલતની લોબીમાં નામચીન રજાક સોપારી અને અન્ય બે શખ્સો એ સિક્કાના એક બુઝુર્ગ અને તેમના વકીલને જાહેરમાં ધાક ધમકી આપી તેઓનો રસ્તો અવરોધી કોર્ટકેસ પાછો ખેંચવા માટે દબાણ કરવા અંગેની ફરિયાદ સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવતાં ભારે ચકચાર જાગી છે

આ બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના સિક્કામાં રહેતા ઇશાકભાઈ ઇબ્રાહીમભાઇ હુંદડા નામના 65 વર્ષના બુઝુર્ગ કે જેઓ ગઈકાલે બપોરે  એક વાગ્યાના અરસામાં જામનગરની અદાલતમાં જુના બિલ્ડીંગના પ્રથમ માળે મેજી.શ્રી બક્ષી ની કોર્ટ ની બહાર ઉભા હતા. જે દરમિયાન બેડી વિસ્તારનો નામચીન શખ્સ રજાક સોપારી, તેમજ બેડીના ઉમર ઓસમાણ ચમડીયા અને ઉંમરનો નાનોભાઈ વગેરે ત્રણ શખ્સો ધસી આવ્યા હતા અને સિક્કાના બુઝુર્ગ ઇશાક ભાઈ તેમજ તેમના વકીલ શકીલભાઈ ઓસમાણભાઈ નોયડા, કે જેઓ બંનેનો રસ્તો રોકવાનો પ્રયત્ન કર્યો હતો, ત્યારબાદ ત્રણેય શખ્સો એ કોર્ટ કેસ પાછો ખેંચી લેવા માટે દબાણ કરી ધમકી આપી હતી.

આથી આ મામલો સિટી એ. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને આરોપીઓ સામે ફરિયાદ નોંધાવતાં પી.એસ.આઇ. વી.એસ. ગામેતીએ બંને આરોપીઓ સામે આઈપીસી કલમ 341, 504, 506-2 અને 114 મુજબ ગુન્હો નોંધ્યો છે, અને હાલ ત્રણેય આરોપીઓ ભાગી છૂટ્યા હોવાથી તેઓની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.


Google NewsGoogle News