Get The App

જામનગરમાં એનડીપીએસ એક્ટના ગુન્હાના ફરાર આરોપીને ગ્રેઇન માર્કેટ વિસ્તારમાંથી ઝડપી લેવાયો

Updated: Apr 18th, 2024


Google NewsGoogle News
જામનગરમાં એનડીપીએસ એક્ટના ગુન્હાના ફરાર આરોપીને ગ્રેઇન માર્કેટ વિસ્તારમાંથી ઝડપી લેવાયો 1 - image

image : Freepik

Jamnagar News : જામનગરના સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં તાજેતરમાં એનડીપીએસ એક્ટ હેઠળનો ગુન્હો દાખલ કરાવાયો હતો, જે ગુનામાં નાસતા ફરતા રહેલા એક આરોપીને એસ.ઓ.જી. શાખાની ટુકડીએ ગ્રેઇન માર્કેટ વિસ્તાર વોચ ગોઠવી ઝડપી લીધો છે.

 જામનગરની એસ.ઓ.જી શાખા દ્વારા જામનગર જિલ્લાના નશીલા પદાર્થની પ્રવૃત્તિને જાહેર કરવા માટેની ચલાવાઇ રહેલી ઝુંબેશના અનુસંધાને તાજેતરમાં સિટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ.એક્ટ હેઠળ ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો. જે ગુનામાં જામનગરના ગ્રેઇન માર્કેટ પાસે રહેતા મહમદ મુસાભાઇને ફરાર જાહેર કરાયો હતો.

 ઉપરોક્ત આરોપી ગઈકાલે ગ્રેઇન માર્કેટ વિસ્તારમાં આવ્યો હોવાની બાતમીના આધારે મોહમ્મદ મુસાભાઈ કકલની અટકાયત કરી લીધી છે, અને તેની વધુ પૂછપરછ શરૂ કરી, આગળનો કબજો સીટી બી.ડિવિઝન પોલીસ મથકમાં સોંપી દેવાયો છે.


Google NewsGoogle News