Get The App

જામનગરના રણજીત સાગર માર્ગ પરનો નવનિર્મિત સર્વિસ રોડ એટલે નાગરિકોની ધીરજની કસોટી , કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપો

Updated: Sep 14th, 2024


Google NewsGoogle News
જામનગરના રણજીત સાગર માર્ગ પરનો નવનિર્મિત સર્વિસ રોડ એટલે નાગરિકોની ધીરજની કસોટી , કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપો 1 - image


Jamnagar News : જામનગર શહેરના રણજીત સાગર રોડ પર લાલપુર ચોકડી પાસે નિર્માણાધીન બ્રિજના કામમાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો ઉઠી રહ્યા છે. બ્રિજની સાઇડમાં દરેડ ઉદ્યોગ તરફ બનાવવામાં આવેલા નવા સર્વિસ રોડ માત્ર બે-ત્રણ મહિના પહેલા જ ડામરથી તૈયાર કરવામાં આવ્યા હતા, પરંતુ પ્રથમ વરસાદમાં જ આ રોડ ધૂળિયા બની ગયા છે. 

સ્થાનિકોના જણાવ્યા મુજબ, ભ્રષ્ટ અધિકારિઓના પાપે કામમાં કોળીયા પાડ્યા છે અને ઓછી ગુણવત્તાવાળા મટિરિયલનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું પ્રતિત થાય છે, જેના કારણે આટલા ઓછા સમયમાં જ રોડ ખરાબ થઈ પાણીમા ઓગળી ગયા છે.

જામનગરના રણજીત સાગર માર્ગ પરનો નવનિર્મિત સર્વિસ રોડ એટલે નાગરિકોની ધીરજની કસોટી , કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપો 2 - image

વધુમાં, પ્રથમ વરસાદમાં આ રોડ પાણીમાં ઓગળી જતાં મહારથી અધિકારીઓએ હવે તેના પર ધૂળ અને પથ્થર પાથરી દીધા છે. આ પથ્થરોના કારણે વાહનચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. સ્થાનિકોમાં આ બાબતે ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેઓ સરકારની સંવેદનશીલતા પર સવાલ ઉઠાવી રહ્યા છે. જામનગરના નાગરિકો પૂછી રહ્યા છે કે, આટલા ઓછા સમયમાં જ નવા બનાવેલા રોડો કેવી રીતે ખરાબ થઈ શકે? શું સરકારને જામનગરના નાગરિકોની પરવા નથી? સ્થાનિકોએ આ મામલે યોગ્ય તપાસ કરીને દોષિતો સામે કાર્યવાહી કરવાની માગ કરી છે.


Google NewsGoogle News