જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરી વિસ્તારના તમામ નદી-તળાવના જળ સ્ત્રોત વિસ્તારમાં સાફ-સફાઈ કરાઈ
Jamnagar Corporation : જામનગર મહાનગર પાલિકા દ્વારા "નિર્મળ ગુજરાત 2.0" કાર્યકમ અંતર્ગત ગઈકાલે શહેરી વિસ્તારના તમામ નદી, તળાવ, પાણીના સ્ત્રોત, સમુદ્ર કિનારાની સાફ સફાઇ કરવામાં આવી હતી.જ્યારે પીવાના પાણીના કાંસ, ઓવરહેડ ટાંકા, ફિલ્ટર પ્લાન્ટ વગેરેમાં પણ સફાઇ કામગીરી કરવામાં આવી હતી.
આ કામગીરીમાં જામનગરમાં નગરપાલિકાની સોલિડ વેસ્ટ શાખાના કર્મચારીઓ, ઉપરાંત બહોળા પ્રમાણમાં સ્થાનિક લોકો તેમજ એન.જી.ઓ, વેપારી એસોસિએશન, વેગેરે શ્રમદાન માટે જોડાયા હતા, અને શ્રમદાન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યકમમાં આશરે 212 જેટલા સ્થાનિક લોકો અને 250 સફાઈ કર્મચારી દ્વારા આશરે 500 કલાક જેટલું શ્રમદાન આપવામાં આવ્યું હતું.