જામનગર શહેરની તમામ સરકારી ઇમારતોમાં 15મી ઓગસ્ટને લઈને ઝળહળતી રોશની કરાઇ

Updated: Aug 14th, 2024


Google NewsGoogle News
જામનગર શહેરની તમામ સરકારી ઇમારતોમાં 15મી ઓગસ્ટને લઈને ઝળહળતી રોશની કરાઇ 1 - image


Independence Day Celebration : જામનગર જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા આઝાદીના પર્વની ભારે ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. અને 15 મી ઓગસ્ટની ભવ્ય અને શાનદાર ઉજવણી થાય તેના ભાગરૂપે જામનગરની તમામ સરકારી ઇમારતો પર ઝળહળતી રોશની કરવામાં આવી છે.

 જામનગરની જિલ્લા કલેકટર કચેરી, ઉપરાંત જિલ્લા પંચાયતની કચેરી, તથા જામનગર મહાનગરપાલિકા કચેરીનું સંકુલ, પીજીવીસીએલની કચેરી, સર્કિટ હાઉસ, અદાલત સહિતની શહેરના તમામ સરકારી ઈમારતમાં ઝળહળતી રોશની ગોઠવી દેવામાં આવી છે. તમામ સરકારી બિલ્ડીંગો પણ તિરંગા રંગે રંગાયેલા જોવા મળે છે. જામનગરના શહેરીજનો ગઈકાલે રાત્રે આ નજારો નિહાળીને અભિભૂત થયા હતા.


Google NewsGoogle News