વિશ્વપ્રસિદ્ધ જામનગરની બાલા હનુમાનજી મંદિરની અખંડ રામધૂનનો આજે 60 મા વર્ષમાં મંગલ પ્રવેશ સાથે 21,558 દિવસ થયા
જામનગર, તા. 1 ઓગસ્ટ 2023 મંગળવાર
જામનગર શહેરને વિશ્વભરમાં પ્રસિદ્ધિ અપાવનાર તળાવની પાસે આવેલા બાલા હનુમાનજી મંદિરમાં ચાલી રહેલી અખંડ રામધૂન કે જે આજે નવા કીર્તિમાન સાથે ૬૦ માં વર્ષ માં પ્રવેશી છે.
સાથો સાથ દિવસ નો હિસાબ કરવામાં આવે તો હનુમાનજી મંદિરમાં અવિરત ૨૧,૫૪૮ દિવસથી અખંડ રામધૂન રામ જય રામ જય જય રામ ના જાપ થઈ રહ્યા છે. જેથી ટ્રસ્ટ દ્વારા ધ્વજારોહાણ રામધુન મહાઆરતી સહિતના કાર્યક્રમ રાખવામાં આવ્યા છે.
જામનગરમાં તળાવની પાળે આવેલા બાલા હનુમાનજીના મંદિર પરિષરને ઝળહળતી રોશની અને ધજા પતાકાતથી શણગારવામાં આવ્યું છે. તેમજ આજે વરસાદની વાતાવરણની વચ્ચે પણ ભાવિક દર્શનાર્થે તેમજ રામધૂનમાં જોડાયા હતા. તારીખ ૧ ઓગસ્ટ ૧૯૬૪ ના રોજ અખંડ રામધૂન નાજાપ શરૂ કરવામાં આવ્યા હતા.
વિશ્વ કલ્યાણની ભાવનાથી પ્રેમ ભિક્ષુજી મહારાજ દ્વારા રામ જય રામ જય જય રામ ના મંત્રનો અખંડ જાપ શરૂ કરવામાં આવ્યો હતો, અને આજની તારીખે પણ આ અખંડ રામધૂન અવિરત ચાલી રહી છે.
ગિનીસ બુક બોફ વર્લ્ડ રેકોર્ડ તેમજ લીમકા બુકમાં સ્થાન મેળવનારી અખંડ રામધૂન કે જે આજે ૬૦ મા વર્ષમાં પ્રવેશી છે, અને અખંડ રામધૂન ના આજે ૨૧,૫૪૮ દિવસ પણ પૂર્ણ થયા છે.
આજે બાલા હનુમાન સંકીર્તન મંડળ ટ્રસ્ટના પ્રમુખ જીતુભાઈ લાલ અને તેમની ટીમ દ્વારા મંદિરમાં વિશેષ રામધૂન -મહા આરતી સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો રાખવામાં આવ્યા છે.