Get The App

જામનગરમાં પહેલા વરસાદની સાથે જ વિજ તંત્રની કવાયત : નવાગામ ઘેડમાં વિજ ટ્રાન્સફોર્મરમાં આગ લાગ્યા પછી બ્લાસ્ટ થતાં પુરવઠો ખોરવાયો

Updated: Jun 24th, 2024


Google NewsGoogle News
જામનગરમાં પહેલા વરસાદની સાથે જ વિજ તંત્રની કવાયત : નવાગામ ઘેડમાં વિજ ટ્રાન્સફોર્મરમાં આગ લાગ્યા પછી બ્લાસ્ટ થતાં પુરવઠો ખોરવાયો 1 - image


Rainy Season in Jamnagar : જામનગર શહેરમાં પ્રથમ વરસાદની સાથે જ વિજતંત્રની પ્રિમોનશુન કામગીરીની પોલ ખુલી ગઈ હતી, અને અનેક વિસ્તારોમાં ફીડર ટ્રીપ થવાના કારણે વીજ પુરવઠો ખોરવાયો હોવાના અહેવાલો મળ્યા હતા, અને વિજ તંત્રની ટુકડીના ટેલીફોન રણકતા થયા હતા, જામનગર શહેરના અંદાજે 15 જેટલા ફીડરોમાં પ્રથમ વરસાદની અસર જોવા મળી હતી. અને કેટલાક વિસ્તારોમાં થોડો સમય માટે વીજ પુરવઠો ખોલવામાં આવ્યો હતો. જોકે મોટાભાગે રાત્રિ દરમિયાન તમામ વિજ ફીડર કાર્યરત થયા હતા.

 જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં ડેન્ટલ હોસ્પિટલની પાસે આવેલું એક વીજ ટ્રાન્સફોર્મર કે જેમાં ગઈ રાત્રે સૌપ્રથમ આગ લાગી હતી, અને ત્યારબાદ બ્લાસ્ટ થયા પછી સમગ્ર વિસ્તારનો વીજ પુરવઠો ખોરવાયો હતો. જેથી વિજ તંત્રની ટુકડી મોડી રાત્રે દોડતી થઈ હતી, અને સળગી ગયેલું એક ટ્રાન્સફોર્મર જુદું પાડીને આસપાસના વિસ્તારનો વીજ પુરવઠો મોડી રાત્રે શરૂ કરી દેવામાં આવ્યો હતો. બાકીની કામગીરી આજે સવારથી ચાલુ રખાઇ છે.


Google NewsGoogle News