Get The App

જામનગરની જી.જી.હોસ્પિટલમાં રૂ.5.90 કરોડના ખર્ચે અધ્યતન ટેકનોલોજીવાળા સી.ટી. સ્કેન મશીનનું લોકાર્પણ કરાયું

Updated: Mar 16th, 2024


Google NewsGoogle News
જામનગરની જી.જી.હોસ્પિટલમાં રૂ.5.90 કરોડના ખર્ચે અધ્યતન ટેકનોલોજીવાળા સી.ટી. સ્કેન મશીનનું લોકાર્પણ કરાયું 1 - image


- સી.ટી. સ્કેન મશીનની સુવિધાથી જામનગર સહિત દ્વારકા, પોરબંદર અને મોરબીના દર્દીઓને પણ લાભ મળશે

જામનગર,તા.16 માર્ચ 2024,શનિવાર

જામનગરની જી.જી. હોસ્પિટલને રૂ.5.90 કરોડના ખર્ચે નવું અધ્યતન ટેકનોલોજીવાળું 128 સ્લાઈસ સી.ટી. સ્કેન મશીન ફાળવવામાં આવ્યું છે. જેનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ લોકાર્પણમાં જામનગરના મેયર વિનોદ ખીમસુરીયા, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, રિવાબા જાડેજા, દિવ્યેશ અકબરી જોડાયા હતા. 

જામનગરની જી.જી.હોસ્પિટલમાં રૂ.5.90 કરોડના ખર્ચે અધ્યતન ટેકનોલોજીવાળા સી.ટી. સ્કેન મશીનનું લોકાર્પણ કરાયું 2 - image

ઉલ્લેખનીય છે કે જી.જી. હોસ્પિટલમાં કાર્યરત 128 સ્લાઈસ સી.ટી.સ્કેન મશીન દ્વારા ચેસ્ટની સારી ગુણવત્તાવાળી ઇમેજ મળી શકશે, હોસ્પિટલના દર્દીઓને કાર્ડિયાક તથા વાસ્ક્યુલર સી.ટી.સ્કેન તપાસ થઈ શકશે તેમજ મયુકોરમાઇક્રોસીસ જેવી બીમારીનું નિદાન સચોટપણે થઈ શકશે. આ સુવિધાથી હોસ્પિટલ ખાતે મહિનામાં અંદાજિત 1000 દર્દીઓને તેમજ આજુબાજુના પોરબંદર, દ્વારકા અને મોરબીના જિલ્લાઓને પણ લાભ થશે. આ મશીન જી.જી. હોસ્પિટલમાં 700 બેડની હોસ્પિટલમાં કાર્યરત રહેશે. 

આ પ્રસંગે ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, અગ્રણી ડો.વિમલ કગથરા, મહામંત્રીઓ, એમ.પી.શાહ મેડિકલ કોલેજના ડીન નંદિનીબેન દેસાઇ, તબીબો તેમજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Google NewsGoogle News