જામનગરમાં ન્યૂ સાધના કોલોનીમાં આજે વધુ 3 જર્જરિત બિલ્ડીંગને તોડી પાડવા માટે કાર્યવાહી

Updated: Aug 7th, 2024


Google NewsGoogle News
જામનગરમાં ન્યૂ સાધના કોલોનીમાં આજે વધુ 3 જર્જરિત બિલ્ડીંગને તોડી પાડવા માટે કાર્યવાહી 1 - image

image : Filephoto

Jamnagar News : જામનગરના સાધના કોલોની વિસ્તારમાં આજે વધુ 3 જર્જરિત બ્લોક તોડી પાડવાની કામગીરી મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી હતી. આ સમયે ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો.

જામનગરના સાધના કોલોની પાછળના વિસ્તાર સ્થિત ન્યૂ સાધનામાં હુડકોના કેટલાક જર્જરિત બ્લોકને અગાઉ ખાલી કરાવવામાં આવ્યા હતા. જે પૈકીના એમ-64, 65 અને 66 કેજે ત્રણેય બ્લોક ભયજનક સ્થિતિમાં અને ગમે ત્યારે પડી જાય તેવી સ્થિતિમાં હોવાથી તેને તોડી પાડવા નોટીસ આપ્યા પછી આજે સવારથી મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા આ ત્રણેય બ્લોક કે જેમાં પ્રત્યેકમાં 12 ફ્લેટ આવેલા છે. જે મળી કુલ 36 ફ્લેટને તોડી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેમાં જેસીબીનો પણ ઉપયોગ કરવામાં આવી આવ્યો હતો. આ સમયે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો હતો. એસ્ટેટ વિભાગના સ્ટાફ દ્વારા ત્રણેય બ્લોકનું બાંધકામ આજે તોડી પાડવામાં આવ્યું હતું. 

આ માટે આજે વહેલી સવારથી જ એસ્ટેટ અને ફાયરની ટીમો સાથે આ પાડતોડ શરૂ થઈ હતી. અને જેટલા ભયજનક મકાનોને નોટીસો અપાઈ છે. તે તમામ ભયજનક ઈમારતોને પૂરતા બંદોબસ્ત સાથે તોડી પાડવાની સૂચના હોવાથી આ પ્રકારના તમામ બ્લોકને તોડી પડાશે તેમ જણાવાયું છે.


Google NewsGoogle News