જામનગર જિલ્લામાં 31 ડિસેમ્બરની ઉજવણીમાં દારૂનો નશો કરીને છાકટા વેડા કરનારા 37 સામે કાર્યવાહી

Updated: Jan 1st, 2024


Google NewsGoogle News
જામનગર જિલ્લામાં 31 ડિસેમ્બરની ઉજવણીમાં દારૂનો નશો કરીને છાકટા વેડા કરનારા 37 સામે કાર્યવાહી 1 - image


 સમગ્ર જિલ્લામાં ડ્રીંક એન્ડ ડ્રાઇવ અને દારૂ સેવન અંગે પોલીસ દ્વારા વ્યાપક તપાસણી: વાહન ચેકિંગ કરાયું

જામનગર,તા.1 જાન્યુઆરી 2024,સોમવાર

જામનગર શહેર અને જિલ્લામાં દેશી-વિદેશી દારૂની પ્રવૃત્તિ અટકાવવાના ભાગરૂપે પોલીસ તંત્ર એલર્ટ બન્યું છે, જયારે 31 ડિસેમ્બરની ઉજવણી દરમિયાન દારૂનો નશો કરીને છાકટા વેડા કરનારા તત્વો સામે સમગ્ર જિલ્લામાં પોલીસ તંત્રએ લાલ આંખ કરી હતી, અને ગઈ રાત્રિ દરમિયાન અલગ અલગ 37 જેટલા કેશો કરવામાં આવ્યા છે.

 જામનગર જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની રાહબરી હેઠળ સમગ્ર જિલ્લામાં 62 થી વધુ સ્થળ ઉપર વાહન ચેકિંગ સહિતની કાર્યવાહી કરવામાં આવી હતી, અને દારૂનુ સેવન કરનારાઓને શોધી કાઢવા માટે બ્રિથ એનલાઈઝરની મદદથી ચેકિંગ કરાયું હતું. પોલીસ દ્વારા જુદા જુદા 37 જેટલા સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા, અને દારૂનું સેવન કરવા તેમજ ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ સહિતના 37 કેસો નોંધવામાં આવ્યા છે.

 જામનગર જિલ્લામાં 31 ડિસેમ્બરની ઉજવણીમાં દારૂનો નશો કરીને છાકટા વેડા કરનારા 37 સામે કાર્યવાહી 2 - image

જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારના ડીવાયએસપીની રાહબરી હેઠળ એલસીબી, એસઓજીની ટીમ, જામનગર શહેરના ત્રણેય પોલીસ ડિવિઝન ઉપરાંત સિક્કા પોલીસ સ્ટેશન, તેમજ પંચકોશી એ. અને બી. ડિવિઝન, મેઘપર પોલીસ સ્ટેશન, તેમજ જોડીયા- કાલાવડ-લાલપુર અને જામજોધપુર પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ દ્વારા જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં દારૂ અંગે દરોડા પાડવામાં આવ્યા હતા, સાથો સાથ હાઈવે રોડ પર વાહન ચેકિંગ કરવામાં આવ્યું હતું.

 જે પૈકી દારૂનો નશો કરીને વાહન ચલાવનારા શખ્સો સામે કાર્યવાહી કરવામાં આવી હતી, અને ડ્રિંક એન્ડ ડ્રાઇવ અંગેના કેસ કરી વાહનો પણ કબજે કરી લેવાયા હતા. આ ઉપરાંત દેશી વિદેશી દારૂનો સંગ્રહ કરવા અંગે તેમજ દારૂનું સેવન કરવા અંગેના અન્ય  કેસ પણ કરાયા હતા.

 જામનગર-ખંભાળિયા હાઈવે રોડ પર ખાસ કરીને હાઇવે હોટલ, પાર્ટી પ્લોટ સહિતના સ્થળે ભવ્ય ગીત સંગીતના કાર્યક્રમ યોજાયા હોવાથી રાત્રીભર વાહનોની પણ અવર જવર રહી હતી, અને પોલીસ તંત્ર દ્વારા મોટાભાગના વાહનોનું ચેકિંગ કરાયું હતું.


Google NewsGoogle News