Get The App

કારમાં પીવીસી પાઈપ રાખનાર વિદ્યાર્થી વિરૂધ્ધ કાર્યવાહી, જામનગર પોલીસે ફોર્ચ્યુન કાર કબજે કરી

Updated: Jan 2nd, 2024


Google NewsGoogle News
કારમાં પીવીસી પાઈપ રાખનાર વિદ્યાર્થી વિરૂધ્ધ કાર્યવાહી, જામનગર પોલીસે ફોર્ચ્યુન કાર કબજે કરી 1 - image


સિટીએ ડિવિઝન પોલીસે રૂ.35 લાખની ફોર્ચ્યુન કાર કબજે કરી ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો

જામનગર,તા.2 જાન્યુઆરી 2024,મંગળવાર

જામનગર શહેરમાં એક વિદ્યાર્થીને કારમાં પીવીસી પાઈપ રાખવું ભારે પડ્યું છે. પોલીસે તેની કાર કબ્જે કરી હથિયારબંધી ભંગનો ગુનો નોંધતા ચકચાર જાગી છે. આ બનાવની વિગત એવી છે કે ગત 31 ડીસેમ્બરની રાત્રિએ સીટી એ. ડીવીઝન પોલીસ મથકનો સર્વેલન્સ સ્કોડ રણજીત સાગર રોડ કીર્તી પાન પાસે ટ્રાફીક ડ્રાઈવમાં હતા ત્યારે લાલપુર ચોકડી તરફથી એક કાળા કલરની ફોર્ચ્યુનર કાર નિકળતા તેને અટકાવી તેની તલાશી લેતાં કારની ડેકીમાંથી ચાર ફુટનો પ્લાસ્ટીકનો પાઈપ મળી આવ્યો હતો.

 આથી કાર ચાલક નાયબ આરીફભાઈ ખફી (ઉ.વ.22) વિરૂધ્ધ જિલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામા હથિયારબંધીનો ભંગ જી.પી. એકટ 135(1) મુજબ ગુનો નોંધી 35 લાખની ફોર્ચ્યુનર કાર કબ્જે કરી હતી.


Google NewsGoogle News