જામનગરના ચકચારી શિક્ષિકા આપઘાત કેસમાં આરોપીની જામીન અરજી નામંજૂર

Updated: Sep 23rd, 2023


Google NewsGoogle News
જામનગરના ચકચારી શિક્ષિકા આપઘાત કેસમાં આરોપીની જામીન અરજી નામંજૂર 1 - image

જામનગર,તા.23 સપ્ટેમ્બર 2023,શનિવાર

જામનગર શહેરના પંચવટી વિસ્તારમાં રહેતી અને શિક્ષિકા તરીકે નોકરી કરતી યુવતી એ આપઘાત કરી લેતાં સમગ્ર શહેરમાં સારી એવી ચકચાર જાગી હતી.  

આ બનાવની હકીકત એવી છે કે જામનગર શહેરના પંચવટી વિસ્તારમાં આવેલા શીતલ એપાર્ટમેન્ટમાં રહેતી નુરજહા ઇબ્રાહિમ હુંન્ડદા નામની મુસ્લિમ વાઘેર જ્ઞાતિની અપરણિત યુવતી જે પોદાર સ્કુલમાં શિક્ષિકા તરીકે નોકરી કરતી હતી તેણે તા.17-5-23 ના રોજ પોતાના ઘેર ગળો ફાંસો ખાઇને આપઘાત કર્યો હયો. અને પોતાની સુસાઈડ નોટમાં પોતાની મોતના જીમેદાર માટે અખ્તર અનવર ચમડીયા,રજાક સાઇચો, અફરોઝ તૈયબ ચમડીયાના નામ લખી અને તેઓ તેની સાથે પ્રેમ સબંધ રાખવા દબાણ કરતા હોય મારી બદનામી કરતા હોય અને મને જીવવા દીએ તેમ નથી.    

જેથી મૃતકના ભાઈ ઇશાક ઈબ્રાહિમ હુંદડા સીટી બી. ડિવિઝન પોલીસમાં અખ્તર અનવર ચમડિયા .રજાક સાઈચો, અફરોઝ ચમડીયા સામે આઇ.પી.સી કલમ ૩૦૬,૧૧૪ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરેલ.જેમાં અખ્તર અનવર ચમડીયા ની પોલીસે તા.11-6-23 ના રોજ ઘરપકડ કરી જેલ હવાલે કરેલો હતો. જયારે આરોપી રજાક સાઇચા અને અફરોઝ ચમડીયા ફરાર થઈ ગયેલ હતાં. 

જેથી પોલીસે આરોપી અખ્તર અનવર ચમડીયા સામે મુદત હરોળમાં ચાર્જશિટ કરેલું હતુ ગુજરાત હાઈકોર્ટમાં ચાર્જશીટ પછી અખ્તર અનવર ચમડીયાએ પોતાના વકીલ મારફ ડીશટ્રીક એન્ડ સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરતાં જે અરજી  સેશન્સ કોર્ટમાં ચાલતા ગુજ. નુરજહl બેનના ભાઈ ઇશાક ઈબ્રાહિમ મૂળ ફરીયાદીએ જામીન અરજી સામે વાંધા જવાબ તેમના એવકીલ હારૂન પલેજા મારફતે રજૂ કરેલ, અને સરકાર તરફે સરકારી વકીલ ડી.આર.ત્રિવેદીએ અરજદાર અખ્તર ચમડીયાની જામીન અરજી નામંજૂર કરવા દલીલો કરી હતી. જે દયાને લઇ સેશન્સ જજ એસ.કે.બક્ષીએ આરોપીની અરજી નામંજૂર કરી છે.


Google NewsGoogle News