ધ્રોલ પોલીસ સ્ટેશનના ઇંગ્લિશ દારૂના ગુનામાં નાસ્તો ફરતો આરોપી જામનગરમાંથી ઝડપાયો

Updated: Mar 27th, 2024


Google NewsGoogle News
ધ્રોલ પોલીસ સ્ટેશનના ઇંગ્લિશ દારૂના ગુનામાં નાસ્તો ફરતો આરોપી જામનગરમાંથી ઝડપાયો 1 - image

image ; Freepik

જામનગર,તા.27 માર્ચ 2024,બુધવાર

ધ્રોળ પોલીસ સ્ટેશનના ઇંગ્લિશ દારૂ અંગેના કેસમાં નાસ્તા ફરતા રાપર કચ્છના આરોપીને પેરોલ ફર્લો સ્કવોર્ડની ટીમે જામનગરમાંથી ઝડપી લીધો છે, અને ધ્રોળ પોલીસ મથકમાં સુપ્રત કરી દીધો છે.

 જામનગરની પેરોલ ફર્લો સ્કવોર્ડની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે મૂળ કચ્છ જિલ્લાના રાપર તાલુકાના બાલાસરી ગામના ભગવાનજી ભાનુભાઈ ડાંગર નામના શખ્સ સામે ધ્રોલ પોલીસ મથકમાં પ્રોહીબીશન અંગેનો ગુનો નોંધવામાં આવ્યો હતો, અને તે ગુનામાં પોતે ફરાર હતો.

 જે આરોપી જામનગર શહેરમાં આવ્યો છે, તેવી ચોક્કસ બાતમી જામનગરની પેરોલ ફર્લો સ્ક્વોર્ડની ટીમને મળી હતી, જે બાતમીના આધારે ગઈકાલે આરોપી ભગવાનભાઈ ડાંગરની અટકાયત કરી લેવામાં આવી છે, અને ધ્રોળ પોલીસ મથકમાં સુપ્રત કરી દેવાયો છે.


Google NewsGoogle News