ગાંધીનગર જિલ્લાના માણસા પોલીસ સ્ટેશનના અપહરણના ગુનાનો નાસ્તો ફરતો આરોપી જામજોધપુરમાંથી પકડાયો
જામનગર, તા. 10 ડિસેમ્બર 2023, રવિવાર
ગાંધીનગર જિલ્લાના માણસા પોલીસ સ્ટેશનના અપહરણના ગુનામાં નાસ્તો ફરતો આરોપી જામજોધપુર પંથકમાં સંતાઈને ખેતી કામ કરી રહ્યો છે, તેવી ચોક્કસ બાતમીના આધારે એલસીબી ની ટીમે જામજોધપુરના મોટા વડિયા ગામમાં પહોંચી જઈ આરોપીને ઊંઘતો ઝડપી લીધો છે, અને જામજોધપુર પોલીસ મથકમાં સુપ્રત કરી દીધો છે.
મૂળ ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના સરદારપુર ગામનો વતની, અને હાલ જામજોધપુર તાલુકાના મોટા વડિયા ગામમાં રહેતા ખેડૂત રામભાઈ ખીમાભાઈ કરંગીયા ની વાડીમાં સંતાઈને ખેત મજૂરી કામ કરી રહેલો કિશન બળવંતભાઈ રાઠોડ નામનો 20 વર્ષનો શખ્સ, કે જે ગાંધીનગર જિલ્લાના માણસા પોલીસ સ્ટેશનના અપહરણના ગુનામાં નાસ્તો ફરતો રહ્યો છે, અને જામજોધપુર પંથકમાં સંતાઈને ખેતી કામ કરે છે.
જે ચોક્કસ બાતમી ના આધારે એલસીબી ની ટુકડીએ ગઈ મોડી રાત્રે જામજોધપુરના મોટા વડિયા ગામે દરોડો પાડી, કિશન રાઠોડ નામના શખ્સ ને ઊંઘતો ઝડપી લીધો હતો. જેનો કબજો જામજોધપુર પોલીસને સુપ્રત કર્યો છે, અને માણસા પોલીસ સ્ટેશનમાં તે અંગેની જાણ કરવામાં આવી છે.