અમદાવાદના અપહરણના ગુનામાં આરોપીને જામનગરમાંથી એસઓજી પોલીસે ઝડપી લીધો

Updated: Dec 24th, 2023


Google NewsGoogle News
અમદાવાદના અપહરણના ગુનામાં આરોપીને જામનગરમાંથી એસઓજી પોલીસે ઝડપી લીધો 1 - image


Image Source: Freepik

જામનગર, તા. 24 ડિસેમ્બર 2023, રવિવાર

અમદાવાદમાં અપરણ અંગેનો એક ગુનો નોંધાયો  હતો. જેમાં  આરોપીને જામનગરમાંથી એસ ઓ જી પોલીસ ટુકડીએ ઝડપી પાડ્યો છે.

અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશનમાં અપહરણ અંગેનો એક ગુનો નોંધાયો હતો. જેમાં નાસ્તો ફરતો આરોપી જામનગર માં રહેતો હોવાની બાતમી એસ ઓ જી પોલીસ ને મળી હતી. આથી પોલીસ ટુકડી એ જામનગર નાં તિરૂપતી સોસાયટી શેરી નંબર 7માં ભાડા નાં મકાન મા રહેતા ધર્મેશ વિજયભાઈ ગાંધી (ઊ.વ.28 - રહે.વાવોલ ,ગાંધીનગર )ને ઝડપી લીધો હતો. અને તેના કબ્જામાંથી ભોગ બનનાર સગીરાનો પણ પોલીસે કબ્જો મેળવી અમદાવાદ પોલીસ ને સુપરત કરવા ગતિવિધિ હાથ ધરી છે.


Google NewsGoogle News