જામનગરમાં યુવતી સાથે દુષ્કર્મ ગુઝારી હત્યા નિપજાવવાના કેસ આરોપીને આજીવન કેદની સજા
Jamnagar : જામનગર નજીકના ધુવાવ ગામમાં ભિક્ષાવૃત્તિ કરતી એક યુવતીને ખાવાનું આપવાના બહાને લઈ ગયા પછી તેણી સાથે દુષ્કર્મ આચરી તેણીની હત્યા નીપજવવાના બે વર્ષ પહેલાના કેસમાં આરોપીને આજીવન કેદની સજાનો અદાલતે હુકમ કર્યો છે.
ધુંવાવ ગામમા રહેતી અને ભિક્ષાવૃત્તિ કરતી યુવતીને તા.12/9/2022ના રોજ ખાવાનું અપાવી દેવાના બહાને જુસબ ઉર્ફે કારો ચોર અબ્બાસભાઇ કક્કલ પોતાના મોટર સાયકલમાં થોડે દૂર લઈ ગયો હતો. અને તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું. અને બાદમાં તેણીની હત્યા નીપજાવી ફરાર થઈ ગયો હતો. આ દુષ્કર્મના અને હત્યાના બનાવ અંગેની કલમ મુજબ પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી.
આ અંગેનો કેસ ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ વી.પી.અગ્રવાલની અદાલતમાં ચાલી જતાં તમામ દલીલો અને પુરાવાઓને ધ્યાને લઈને અદાલતે આરોપીને હત્યાની કલમના કેસમાં આજીવન કેદની સજા અને દુષ્કર્મની કલમના કેસમાં 20 વર્ષની જેલની સજાનો હુકમ કર્યો છે.