Get The App

સિક્કા પોલીસ સ્ટેશનના કલમ 354ના ગુનામાં ત્રણ વર્ષથી નાસતો ફરતો આરોપી એલસીબીના હાથે પકડાયો

Updated: Jan 8th, 2024


Google NewsGoogle News
સિક્કા પોલીસ સ્ટેશનના કલમ 354ના ગુનામાં ત્રણ વર્ષથી નાસતો ફરતો આરોપી એલસીબીના હાથે પકડાયો 1 - image

જામનગર,તા.8 જાન્યુઆરી 2024,સોમવાર

જામનગર તાલુકાના સિક્કા પોલીસ મથકમાં આજથી ત્રણ વર્ષ પહેલાં નોંધાયેલા કલમ 354 ના ગુનામાં નાસતા ફરતા રાજકોટના એક આરોપીને એલ.સી.બી.ની ટીમે ઝડપી લીધો છે, અને સિક્કા પોલીસ મથકમાં સુપરત કર્યો છે.

 આ બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના સિક્કા પોલીસ મથકમાં આજથી ત્રણ વર્ષ પહેલા આઇપીસી કલમ 354-ડી, 509 અને 114 મુજબનો ગુનો નોંધવામાં આવ્યો હતો, જે ગુનામાં મૂળ ભાણવડના રોજીવાડા ગામનો વતની અને હાલ રાજકોટમાં રહેતા મહેશ વાલાભાઈ ગોરફાડ નામના શખ્સને ફરાર જાહેર કરાયો હતો.

 છેલ્લા ત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપીને શોધવાની ઝુંબેશ ચલાવવામાં આવી રહી હતી, દરમિયાન જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમેં સરમત ગામના પાટીયા પાસેથી આરોપી મહેશ ગોરફાડને ઝડપી લીધો છે, અને સિક્કા પોલીસ મથકમાં સુપ્રત કરી દીધો છે.


Google NewsGoogle News