જામનગર નજીક લાલપુર બાયપાસ પાસે એસટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત: સદભાગ્યે જાનહાની ટળી

Updated: Mar 9th, 2024


Google NewsGoogle News
જામનગર નજીક લાલપુર બાયપાસ પાસે એસટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત: સદભાગ્યે જાનહાની ટળી 1 - image


- બન્ને વાહનો વચ્ચેના અકસ્માતના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા: પોલીસે વાહન વ્યવહાર પૂર્વવત બનાવ્યો

જામનગર,તા.09 માર્ચ 2024,શનિવાર

જામનગર નજીક લાલપુર બાયપાસ ચોકડી પાસે વહેલી સવારે એસ.ટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેના કારણે ટ્રાફિક જામ થઈ ગયો હતો. જોકે કોઈ જાનહાની થઈ ન હતી, પરંતુ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસે ભારે જહેમત લઇ વાહન વ્યવહારને પૂર્વવત બનાવ્યો હતો. 

જામનગર નજીક લાલપુર બાયપાસ પાસે એસટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત: સદભાગ્યે જાનહાની ટળી 2 - image

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગર નજીક લાલપુર બાયપાસ ચોકડી પાસે આજે વહેલી સવારે બરવાળા- જામનગર રૂટની એસટી બસ તેમજ એક ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જોકે આ અકસ્માતના કારણે બસમાં બેઠેલા કોઈ મુસાફર ને ઇજા થઈ ન હોવાથી સદભાગ્યે જાણ હાનિ ટળી હતી.

 આ અકસ્માતના કારણે લાલપુર બાયપાસ ચોકડીનો ટ્રાફિક જામ થઈ ગયો હતો. જેથી પંચકોષી બી. ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો, અને ભારે જહેમત લઈ એસ.ટી. બસને રવાના કરી હતી, અને વાહન વ્યવહારને પૂર્વવત બનાવ્યો હતો.


Google NewsGoogle News