જામનગર ખંભાળિયા ધોરી માર્ગ પર સિક્કા પાટીયા પાસે ખાનગી લક્ઝરી બસ અને ડમ્પર વચ્ચેના અકસ્માત થી દોડધામ

Updated: Feb 15th, 2024


Google NewsGoogle News
જામનગર ખંભાળિયા ધોરી માર્ગ પર સિક્કા પાટીયા પાસે ખાનગી લક્ઝરી બસ અને ડમ્પર વચ્ચેના અકસ્માત થી દોડધામ 1 - image

જામનગર,તા.15 ફેબ્રુઆરી 2024,ગુરૂવાર 

જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પર સિક્કા પાટીયા પાસે ગઈ રાત્રે ખાનગી લક્ઝરી બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં બંને વાહનના ચાલકોને સામાન્ય ઈજા થઈ હતી. અને ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસે એકાદ કલાકની જહેમત બાદ વાહન વ્યવહારને પૂર્વવત બનાવ્યો હતો. 

જામનગર- ખંભાળિયા ધોરી માર્ગ પર સિક્કા પાટીયા પાસે ગઈકાલે રાત્રે એક ખાનગી લક્ઝરી બસ તેમજ ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બંને વાહનો સામ સામે અથડાઈ પડ્યા હોવાથી બંને વાહનોની કેબીનમાં નુકસાની થઈ હતી, જયારે બંને વાહનના ચાલકો ઘાયલ થયા હતા. જે બંનેને પ્રાથમિક સારવાર અપાઇ છે. આ અકસ્માત બાદ સિક્કા પાટીયા પાસેનો એક તરફનો માર્ગ અવરોધાયો હતો, અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. 

આ બનાવની જાણ મેઘપર  પોલીસને થતાં મેઘપર સને સિક્કાની પોલીસ ટુકડી ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને એક કલાકની જહેમત બાદ વાહન વ્યવહાર પૂર્વવત બનાવ્યો હતો. લક્ઝરી બસ ખાલી હોવાથી જાન હાની ટળી હતી.


Google NewsGoogle News