જામનગર નજીક કાર અને બાઇક વચ્ચે અકસ્માત, બાઈક સવાર ગંભીર ઘાયલ

Updated: Sep 12th, 2024


Google NewsGoogle News
જામનગર નજીક કાર અને બાઇક વચ્ચે અકસ્માત, બાઈક સવાર ગંભીર ઘાયલ 1 - image


Jamnagar Accident : જામનગર નજીક હાપા માર્કેટિંગ યાર્ડ રોડ પર એક કાર ચાલકે બાઈક સવાર યુવાનને હડફેટમાં લેતા ગંભીર સ્વરૂપે ઘાયલ થયો છે. જે મામલે કારચાલક સામે ફરિયાદ નોંધાવાઈ છે.

 આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગર નજીક લાલપુર બાયપાસ પાસે આશીર્વાદ એવન્યુમાં રહેતા હરિભાઈ મયુરભાઈ રાબડીયા નામના ખેડૂતનો પુત્ર દિપેશ રાબડીયા કે જે ગઈકાલે પોતાનું બાઈક લઈને હાપા માર્કેટિંગ યાર્ડ રોડ પરથી પસાર થઈ રહ્યો હતો, જે દરમિયાન આવી રહેલી જીજે-36  વી. 2195 નંબરની બોલેરો પીકપ વેનના ચાલકે બાઈકને ઠકરે ચડાવતાં તેમનો ચાલક દિપેશ રાબડીયા ગંભીર સ્વરૂપે ઘાયલ થયો હતો, અને તેને નાના-મોટા અનેક ફ્રેકચરો થયા હોવાથી સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ અકસ્માતના બનાવ મામલે ઇજાગ્રસ્તના પિતા હરિભાઈ રાબડીયાએ બોલેરો પીકપ વેનના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.


Google NewsGoogle News