Get The App

જામનગર શહેરમાં આમ આદમી પાર્ટી દ્વારા આજે પોલીસ આંદોલનના સમર્થનમાં ધરણા કરાયા

Updated: Oct 28th, 2021


Google NewsGoogle News
જામનગર શહેરમાં આમ આદમી પાર્ટી દ્વારા આજે પોલીસ આંદોલનના સમર્થનમાં ધરણા કરાયા 1 - image


- આમ આદમી પાર્ટીના કાર્યકરો પોલીસના ગ્રેડ પે વધારાના મામલે બેનર પોસ્ટર લઈને લાલબંગલા સર્કલમાં ધરણા પર બેઠા

જામનગર,તા.28 ઓક્ટોબર 2021,ગુરૂવાર 

સમગ્ર રાજ્યની સાથે સાથે જામનગર શહેરમાં પણ પોલીસનો ગ્રેડ પે વધારવાના મામલે ધરણા પ્રદર્શન થઈ રહ્યા છે, જેમાં આમ આદમી પાર્ટીએ ઝુકાવ્યું છે. ગઈકાલે પ્રદર્શન કરી રહેલા પોલીસ કર્મચારીના પરિવારજનોને ઉશ્કેરણી કરવા બદલ આમ આદમી પાર્ટીના કાર્યકરો સામે ગુનો દાખલ થયા પછી આજે આમ આદમી પાર્ટીના કાર્યકરો ફરીથી ગ્રેડ-પે વધારવાના મુદ્દે ધરણા પર બેસી ગયા છે.

જામનગર શહેરમાં આમ આદમી પાર્ટી દ્વારા આજે પોલીસ આંદોલનના સમર્થનમાં ધરણા કરાયા 2 - image

જામનગર શહેર આમ આદમી પાર્ટીના હોદેદારો-કાર્યકરો વગેરે પોતાના હાથમાં 'પોલીસને ટાર્ગેટ આપવાનું બંધ કરો' તેમજ 'પોલીસ ની બદલીમાં રાજકીય દખલગીરી બંધ કરો' અને 'ગુજરાત પોલીસના ગ્રેડ-પે માં વધારો કરો' સહિતના બેનરો-પોસ્ટરો લગાવી ને આમ આદમી પાર્ટીના કાર્યકરો લાલબંગલા સર્કલમાં ધરણા પર બેસી ગયા હતા. જ્યાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.


Google NewsGoogle News