જામનગરમાં કાલાવડનાકા બહાર યુવક ઉપર જૂની અદાવતના કારણે ચાર શખ્સો દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે હુમલો
જામનગરમાં કાલાવડના બહાર મજૂરી કામ કરી રહેલા યુવાન ઉપર તેની પડોશ માં રહેતા ચાર શખ્સો એ તલવાર , ધોકા,પાઇપ વડે હુમલો કર્યો હતો. આથી ઈજા પામનાર યુવાન ને સારવાર માટે જી.જી. હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યો છે. આ.બનાવ અંગે ઇજાગ્રસ્ત યુવાન ની ફરિયાદના આધારે પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
જામનગર માં અંધ આશ્રમ આવાસ મા રહેતાં જીતુભા વક્તાજી જાડેજા નામનો 30 વર્ષનો યુવાન ગઈકાલે સવારે કાલાવડ નાકા પાસે નાં સનસીટી સોસાયટી વિસ્તારમા ચાલતા રોડ ના કામ માં મજૂરી કામે ગયો હતો. ત્યાર તેના પડોશમાં રહેતા દીપુડો ઉર્ફે પોચો, કુલદીપ ઉર્ફે કુલી પરમાર , લાલો પરમાર અને એક અજાણ્યો શખ્સ એમ કુલ ચારેય શખ્સો બે બાઈકમાં ત્યાં પહોંચ્યા હતા. અને તલવાર, પાઇપ, લાકડા ના ધોકા અને લોખંડના સળિયા વડે જીતુભા જાડેજા ઉપર હિંચકારો હુમલો કર્યો હતો. આ પછી આરોપીઓ નાશી ગયા હતા.
જ્યારે જીતુભા જાડેજા ને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો .જ્યાં તેણે પોતાના ઉપર હુમલો કરવા અંગે ચારેય આરોપીઓ સામે પોલીસ માં ફરિયાદ નોંધાવી હતી. જૂની અદાવત ના કારણે આ હુમલો થયાનું પોલીસમાં જાહેર થયું છે. જ્યારે પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અને નાસી છૂટેલા ચારેય હુમલાખોર આરોપીઓની શોધ ખોળ હાથ ધરી છે.