Get The App

જામનગરમાં રામેશ્વર નગર વિસ્તારમાં રહેતા વિપ્ર યુવાન પર હુમલો કરાતા નાકમાંથી લોહી વહ્યા

Updated: Mar 10th, 2024


Google NewsGoogle News
જામનગરમાં રામેશ્વર નગર વિસ્તારમાં રહેતા વિપ્ર યુવાન પર હુમલો કરાતા નાકમાંથી લોહી વહ્યા 1 - image


Image Source: Freepik 

એક યુવતી સાથે વાતચીત કરવાના મામલે યૂવતિ ના કુટુંબી ભાઈ દ્વારા હુમલો કરાયા ની પોલીસ ફરિયાદ

જામનગર, તા. 10 માર્ચ 2024 રવિવાર

જામનગરમાં રામેશ્વર નગર વિસ્તારમાં રહેતા એક યુવાન પર રિક્ષા સ્ટેન્ડમાં ઉભેલા એક શખ્સે નાક પર હુમલો કરી દેતાં ઇજા થઈ જવાથી તેને હોસ્પિટલમાં ખસેડાયો છે. પોલીસે હુમલાખોર સામે ગુન્હો નોંધ્યો છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરના રામેશ્વર નગર વિસ્તારમાં રહેતા સચિન રાજુભાઈ જોશી નામના ૧૮ વર્ષના યુવાને રાંદલ નગરમાં જ રહેતા નિઝામ સફિયા નામના શખ્સ સામે પોતાના નાક પર હુમલો કરી લોહી લુહાણ કરી નાખવા અંગે ની ફરિયાદ સિટી બી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી છે. જયારે તેને જામનગરની જી.જી. હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાઇ છે.

હુમલાખોર આરોપીએ ફરીયાદી યુવાનને રીક્ષા સ્ટેન્ડ પાસે રોકીને કહ્યું હતું, કે તું મારી કુટુંબી બેન સાથે શું કામ વાતચીત કરે છે, અને હવે જો વાતચીત કરશે, તો તને પતાવી નાખીશ તેમ કહી હુમલો કર્યો હોવાનું પોલીસમાં જાહેર થયું છે. હાલ આરોપી ભાગી છૂટ્યો હોવાથી પોલીસ તેને શોધી રહી છે.


Google NewsGoogle News