જામનગરમાં ડી કેવી કોલેજ પાસેથી પસાર થઈ રહેલા એક યુવાન પર જૂની અદાવત ના કારણે હીચકારો હુમલો

Updated: Mar 13th, 2024


Google NewsGoogle News
જામનગરમાં ડી કેવી કોલેજ પાસેથી પસાર થઈ રહેલા એક યુવાન પર જૂની અદાવત ના કારણે હીચકારો હુમલો 1 - image


૭ થી ૮ શખ્સો ધોકા-પાઈપ વડે તૂટી પડ્યા: ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો:પોલીસ કાફલો દોડતો થયો

જામનગર, તા. 13 માર્ચ 2024 બુધવાર

જામનગરમાં ધરાનગર વિસ્તારમાં રહેતો એક યુવાન ડી.કે.વી. કોલેજ પાસેથી આજે સવારે પસાર થઈ રહ્યો હતો, જે દરમિયાન સાતથી આઠ જેટલા શખ્સો એ જૂની અદાવતનું મનદુઃખ રાખીને ધોકા-પાઈપ વડે હુમલો કરી દેતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે. જી ટી બી ડિવિઝનનો પોલીસ સ્ટાફ દોડતો થયો છે.

જામનગરમાં ડી કેવી કોલેજ પાસેથી પસાર થઈ રહેલા એક યુવાન પર જૂની અદાવત ના કારણે હીચકારો હુમલો 2 - image

આ બનાવની વિગત એવી છે કે જામનગરના ધરાનગર વિસ્તારમાં રહેતો નાસીર ઈબ્રાહીમભાઇ વાઘા નામનો ૪૦ વર્ષનો યુવાન આજે સવારે જામનગરના ડી.કે.વી. રોડ પરથી પસાર થઈ રહ્યો હતો, જે દરમિયાન સાતથી આઠ જેટલા શખ્સો જુદા જુદા વાહનમાં ધસી આવ્યા હતા, અને સૌ પ્રથમ તેને કારની ટકકર મારી હતી, ત્યારબાદ અન્ય લોકોએ ઉતરીને ધોકા પાઈપ વડે હુમલો કરી દીધો હતો. જેથી તેને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

જામનગરમાં ડી કેવી કોલેજ પાસેથી પસાર થઈ રહેલા એક યુવાન પર જૂની અદાવત ના કારણે હીચકારો હુમલો 3 - image

આ બનાવની જાણ થતાં સીટી બી. ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે તેમજ જી.જી. હોસ્પિટલમાં દોડી ગયો છે, અને ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે.


Google NewsGoogle News