જામનગરમાં પત્ની સાથે ફરવા ગયેલા યુવાન પર મોબાઈલ ફોનમાં ફોટા પાડવાની તકરારમાં ચાર શખ્સોએ હુમલો કર્યો

Updated: Aug 17th, 2024


Google NewsGoogle News
જામનગરમાં પત્ની સાથે ફરવા ગયેલા યુવાન પર મોબાઈલ ફોનમાં ફોટા પાડવાની તકરારમાં ચાર શખ્સોએ હુમલો કર્યો 1 - image

image : Freepik

Jamnagar Crime News : જામનગરમાં પટણીવાડ વિસ્તારમાં રહેતો એક યુવાન પોતાની પત્ની સાથે બાઈકમાં ફરવા ગયો હતો. જે દરમિયાન મોબાઇલ ફોનમાં ફોટા પાડી લેવાના મામલે ચાર શખ્સોએ તેના ઉપર હુમલો કરી દીધાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.

આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં પટણીવાડ પૂરબીયાની ખડકી વિસ્તારમાં રહેતો અને ડ્રાઇવિંગ કામ કરતો સમીર ઈકબાલભાઈ ખુરેશી નામનો 34 વર્ષનો યુવાન ગઈકાલે પોતાની પત્ની સાથે બાઈક પર ફરવા માટે ગયો હતો. દરમિયાન પટણીવાડ ચોકમાં જેને કોઈ સંબંધીનો ફોન આવતાં પોતાના મોબાઈલ ફોનમાં વિડીયોકોલથી વાત કરી રહ્યો હતો.

 જે દરમિયાન ત્યાં ઊભા રહેલા ઈરફાન નામના શખ્સને એવું લાગ્યું કે તે પોતાના ફોટા પાડી રહ્યો છે. જેથી તકરાર કરી હતી. ત્યારબાદ ઈરફાન અને તેના અન્ય ત્રણ સાગરીતો ખાલીદ કોઠારી, કોનુ અને સોનુ નામના અન્ય બે શખ્સો દોડી આવ્યા હતા અને ચારેય શખ્સોએ મૂઢમાર મારી ઇજાગ્રસ્ત બનાવ્યો હતો. જે મામલે પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.


Google NewsGoogle News