કાલાવડમાં યુવતીની છેડતીના મામલે યુવાન પર છરી વડે હુમલો : પાડોશી સામે ફરિયાદ

Updated: Aug 8th, 2024


Google NewsGoogle News
કાલાવડમાં યુવતીની છેડતીના મામલે યુવાન પર છરી વડે હુમલો : પાડોશી સામે ફરિયાદ 1 - image


Jamnagar Crime : જામનગર જિલ્લાના કાલાવડમાં કાશ્મીર પરા વિસ્તારમાં રહેતા એક યુવાન પર યુવતિની છેડતીની જૂની અદાવતના કારણે પાડોશમાં રહેતા એક શખ્સ દ્વારા છરી વડે હુમલો કરાયો છે. જે મામલે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે 

આ બનાવની વિગત એવી છે કે કાલાવડમાં કાશ્મીર પરા વિસ્તારમાં રહેતા મનસુખભાઈ વાજા નામના 19 વર્ષના યુવાને પોતાના ઉપર છરી વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે પાડોશમાં જ રહેતા અખ્તર યુસુફભાઈ સુમરા સામે ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરીયાદીની થનારી પત્ની સાથે આરોપીએ છેડતી કરી હોવાથી ઝઘડો થયો હતો, અને અગાઉ પોલીસ ફરિયાદ નોંધાવાઈ હતી. જે ફરિયાદનું મનદુઃખ રાખીને આરોપીએ આ હુમલો કરી દીધાનું પોલીસમાં જાહેર કરાયું છે. જે મામલે કાલાવડ ટાઉન પોલીસ વધુ તપાસ ચલાવે છે.


Google NewsGoogle News