જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર બાઇક રેસિંગ કરતી વેળાએ એક યુવાનને નડ્યો અકસ્માત

Updated: Sep 30th, 2023


Google NewsGoogle News
જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર બાઇક રેસિંગ કરતી વેળાએ એક યુવાનને નડ્યો અકસ્માત 1 - image


- સોયલ ટોલનાકા નજીક બાઇક રેસલર આઇસર ટ્રક સાથે અથડાઈ પડતાં ગંભીર સ્વરૂપે ઘાયલ: સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો

જામનગર,તા.30 સપ્ટેમ્બર 2023,શનિવાર

જામનગરનો એક રેસલર યુવાન ગઈ રાતે જામનગર-રાજકોટ રોડ પર બાઈકની રેસ લગાવી રહયો હતો. જેને સોયલ ટોલનાકા નજીક એક આઇસર ટ્રક સાથે અથડાઈ પડ્યો હતો, અને ગંભીર સ્વરૂપે ઘાયલ થયો હોવાથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે. સમગ્ર મામલે પોલીસ તપાસ ચલાવે છે.

આ અંગે મળતી માહિતી મુજબ જામનગર-રાજકોટ હાઇવે પર સોયલ ટોલ નાકા પાસે રેસિંગ કરતા 22 વર્ષના યુવાન સદામ ઇકબાલભાઇ સંઘાર (ઉર્ફે ફરીદ રેસલર-રહે.એક-ડે-એક બાપુ ની દરગાહ નજીક, બેડેશ્વર, જામનગર) આઇસર ટ્રક સાથે અથડાયો હતો. ત્યારબાદ, ઇજાગ્રસ્ત ફરીદ રેસલરને 108 નંબરની એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવાર અર્થે જી.જી.હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. 

આ બનાવની જાણ થતાં તેના પરિવાર અને મિત્ર વર્તુળ વગેરે બહોળી સંખ્યામાં જી.જી. હોસ્પિટલે દોડી ગયા હતા. આ બનાવની જાણ થતા પંચકોષી એ. ડિવિઝનનો પોલીસ કાફલો પણ ઘટના સ્થળે અને તેમજ જીજી હોસ્પિટલે દોડી ગયો છે, અને વધુ તપાસ હાથ ધરી છે. હાલ આ યુવાન ફરીદની હાલત ખુબ જ ગંભીર છે.


Google NewsGoogle News