જામનગરના નૂરીપાર્કમાં રહેતા એક યુવાન દ્વારા અમૂલ ચીઝમાં મેટલ બોલ્ટ નીકળતાં ફૂડ વિભાગને જાણ કરાઈ

Updated: Jul 2nd, 2024


Google NewsGoogle News
જામનગરના નૂરીપાર્કમાં રહેતા એક યુવાન દ્વારા અમૂલ ચીઝમાં મેટલ બોલ્ટ નીકળતાં ફૂડ વિભાગને જાણ કરાઈ 1 - image


જામનગર શહેરમાં કાલાવડ નાકા બહાર નૂરી પાર્ક વિસ્તારમાં રહેતા અમીનભાઈ ખુરેશી નામના વ્યક્તિ દ્વારા ગઈકાલે એક મોલમાંથી અમુલ ચીઝ ના પેકેટ ની ખરીદી કરવામાં આવી હતી.

જેની ખરીદી કરીને ગઈકાલે રાત્રે ચીઝનું પેકેટ પોતાના ઘેર ખોલવામાં આવતાં તેમાંથી એક મેટલ બોલ્ટ જોવા મળ્યા હતા. જેથી તાત્કાલિક તેનો વિડીયો પણ બનાવી લીધો હતો, અને સમગ્ર મામલે જામનગર મહાનગરપાલિકાની ફુડ શાખાને જાણ કરવામાં આવી છે, અને તેના સેમ્પલો રજૂ કરાયા છે.

જામનગર શહેરમાં એક પછી એક પેકેજીંગ વાળી ખાદ્ય પદાર્થની વસ્તુઓમાં જીવજંતુ અથવા તો આવી કોઈ વસ્તુઓ નીકળતી હોવાથી લોકોના આરોગ્ય સાથે ચેડાં થઈ રહ્યા ના આક્ષેપો થઈ રહ્યા છે.


Google NewsGoogle News