Get The App

જામજોધપુર શેઠ વડાળા પાસે રીક્ષાની આડે કુતરૂં ઉતરતાં રીક્ષા પલટી ખાઈ જવાથી યુવાનનો ભોગ લેવાયો

Updated: Mar 22nd, 2024


Google NewsGoogle News
જામજોધપુર શેઠ વડાળા પાસે રીક્ષાની આડે કુતરૂં ઉતરતાં રીક્ષા પલટી ખાઈ જવાથી યુવાનનો ભોગ લેવાયો 1 - image

જામનગર,તા.22 માર્ચ 2024,શુક્રવાર

જામજોધપુર તાલુકાના શેઠવડાળા ગામના પાટીયા પાસે જાહેર રોડ પર કૂતરું આડું ઉતરવાથી એક રીક્ષા પલટી ખાઈ જતાં રિક્ષામાં બેઠેલા એક યુવાનનો ભોગ લેવાયો છે.

 આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામજોધપુર તાલુકાના શેઠ વડાળા ગામમાં રહેતો અને મજૂરી કામ કરતો ધનજીભાઈ ઉર્ફે ચિરાગ કરસનભાઈ ચાવડા નામનો યુવાન કે જે ગત 11 મી તારીખે શેઠ વડાળા ગામના પાટીયા પાસેથી રિક્ષામાં જઈ રહ્યો હતો, જે દરમિયાન માર્ગમાં કૂતરું આડું ઉતરતાં રીક્ષા પલટી ખાઈ ગઈ હતી, અને ધનજીભાઈ ચાવડાને ઇજા થવાથી સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજયું છે.

 આ બનાવ અંગે કેતનભાઇ કરસનભાઈ ચાવડાએ પોલીસને જાણ કરતાં શેઠવડાળા પોલીસે મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News