જામનગરના અલીયા ગામમાં યુવાનનું હૃદય બંધ પડી જતાં અપમૃત્યુ
Heart Attack Death in Jamnagar : જામનગર નજીક અલીયા ગામમાં રહેતા એક વાલ્મિકી યુવાનને ગઈકાલે પોતાના ઘેર છાતીમાં દુખાવો ઉપડ્યા પછી તેનું હૃદય બંધ પડી જવાના કારણે મૃત્યુ નિપજ્યું છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના આલિયા ગામમાં હરીજનવાસમાં રહેતા દિનેશભાઈ જીવાભાઇ વાઘેલા નામના 58 વર્ષના વાલ્મિકી યુવાને ગઈકાલે બપોરના એકાદ વાગ્યે પોતાના ઘેર છાતીમાં દુખાવો ઉપડ્યો હોવાથી તેને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયાં ફરજ પરના તબીબે તેનું હૃદય બંધ પડી જવાના કારણે મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.
આ બનાવ અંગે મૃતકના પત્ની સોનલબેન દિનેશભાઈ વાઘેલાએ પોલીસને જાણ કરતાં પંચકોશી એ. ડિવિઝનના પોલીસ સ્ટાફે હોસ્પિટલમાં દોડી જઇ મૃતદેહનો કબજો સંભાળ્યો છે, અને આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.