જામનગરના ધરાર નગર વિસ્તારના શ્રમિક યુવાન પર ગાળો બોલવાની માથાકૂટમાં ધોકા વડે હુમલો

Updated: Jul 22nd, 2024


Google NewsGoogle News
જામનગરના ધરાર નગર વિસ્તારના શ્રમિક યુવાન પર ગાળો બોલવાની માથાકૂટમાં ધોકા વડે હુમલો 1 - image

image : Freepik

Crime News Jamnagar : જામનગરના ધરાર નગર વિસ્તારમાં એક યુવાન પર અપશબ્દો બોલવા અંગેની તકરારમાં ધોકા વડે હુમલો કરી બંને હાથમાં ફ્રેક્ચર કરી નાખવા અંગે સ્થાનિક શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગર નજીક સિક્કામાં ભગવતી સોસાયટીમાં રહે રહેતો અખ્તર તાલબભાઈ ભગાડ નામનો 32 વર્ષનો શ્રમિક યુવાન જામનગરના ધરાર નગર વિસ્તારમાં આવ્યો હતો, જ્યાં તેને જાવીદ ઉર્ફે શંભુ નામના શખ્સ સાથે તકરાર થઈ હતી, અને અપશબ્દો ઉચ્ચાર્યા હતા.

 જેની ના પાડતા આરોપી જાવીદ ઉશ્કેરાયો હતો, અને અખ્તર ઉપર લાકડાના ધોકા વડે હુમલો કરી બંને હાથમાં ફેક્ચર કરી નાખ્યા હતા, તેમજ માથું પણ ફોડ્યું હતું જેથી તેને સારવાર માટે જામનગરની સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. ત્યાં તેણે પોતાના ઉપર હુમલો કરવા અંગે જાવીદ ઉર્ફે શંભુ સામે ફરિયાદ નોંધાવી છે. જે આરોપીને પોલીસ શોધી રહી છે.


Google NewsGoogle News