જામજોધપુરના નરમાણા ગામમાં ખેડૂત યુવાનનું અકસ્માતે કુવામાં પડી જતાં ડૂબી જવાથી અપમૃત્યુ

Updated: Mar 7th, 2024


Google NewsGoogle News
જામજોધપુરના નરમાણા ગામમાં ખેડૂત યુવાનનું અકસ્માતે કુવામાં પડી જતાં ડૂબી જવાથી અપમૃત્યુ 1 - image

image : Freepik

જામનગર,તા.07 માર્ચ 2024,ગુરૂવાર

જામજોધપુર તાલુકાના નરમાણાં ગામમાં રહેતો અને ખેતી કામ કરતો એક યુવાન પોતાની વાડીના કુવામાં પાણી જોવા જતાં અકસ્માતે કુવામાં પટકાઈ પડ્યો હતો, અને તેનું મૃત્યુ નીપજ્યું છે.

 આ બનાવની વિગત એવી છે કે જામજોધપુર તાલુકાના નરમાણા ગામમાં રહેતો અને ખેતી કામ કરતો દિલીપ વલ્લભભાઈ અજુડીયા નામનો 45 વર્ષનો પટેલ યુવાન ગઈકાલે રાત્રે પોતાની વાડીએ ધાણાના પાકમાં પાણી વાળવા માટે ગયો હતો.

 જ્યાં રાત્રેના અંધારામાં કુવામાં પાણી જોવા જતાં અકસ્માતે કુવામાં પટકાઈ પડ્યો હતો, અને ડૂબી જવાથી તેનું મૃત્યુ નીપજયું છે. આ બનાવ અંગે મૃતકના મોટાભાઈ સંજય વલ્લભભાઈએ પોલીસને જાણ કરતાં શેઠ વડાળા પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફે મૃતદેહને પાણીમાંથી બહાર કઢાવી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News