Get The App

જામનગર નજીક મોરકંડાની નદી પાર કરી રહેલી એક મહિલાનું ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતાં અપમૃત્યુ

Updated: Feb 16th, 2024


Google NewsGoogle News
જામનગર નજીક મોરકંડાની નદી પાર કરી રહેલી એક મહિલાનું ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતાં અપમૃત્યુ 1 - image


Image Source: Freepik

જામનગર, તા. 16 ફેબ્રુઆરી 2024 શુક્રવાર

જામનગર નજીક મોરકંડા ગામમાં આવેલી નદીમાંથી ગઈકાલે બપોરે એક મહિલાનો મૃતદેહ સાંપડ્યો હતો. ફાયર બ્રિગેડે મૃતદેહ ને બહાર કાઢી પોલીસને સુપ્રત કર્યો છે. મૃતક મહિલા નદી પાર કરીને પોતાના ઘેર તરફ જઈ રહી હતી પરંતુ અકસ્માતે ઊંડા પાણીમાં ઘરકાવ થઈ જતાં ડૂબી જવાથી કરૂણ મૃત્યુ નીપજ્યું છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગર નજીક મોરકંડા ગામમાં મચ્છુ માતાજીના મંદિર પાસે રહેતી રેખાબેન જગદીશભાઈ ચૌહાણ નામની ૨૫ વર્ષની યુવતી કે જે પોતાના ઘેર જવા માટે નદી પાર કરીને જઈ રહી હતી, જે દરમિયાન અકસ્માતે પાણીનો ઊંડો ખાડો આવી જતાં તેમાં પડી જવાના કારણે ડૂબી જવાથી કરૂણ મૃત્યુ નિપજ્યું છે.

આ બનાવ અંગે ફાયર બ્રિગેડને જાણ કરાતાં ફાયર બ્રિગેડની ટુકડી ઘટના સ્થળે દોડીગઈ હતી, અને પાણીમાં પડી ગયેલી મહિલા ને બહાર કાઢવાના પ્રયત્નો કર્યા હતા, અને તેણીનો મૃતદેહ હાથ લાગ્યો હતો.

આ બનાવ અંગે મૃતકના પતિ જગદીશભાઈ લાલજીભાઈ પોલીસને જાણ કરતા પંચકશી બી. ડિવિઝન પોલીસે મૃતદેહ નો કબ્જો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News