જામનગર નજીક સિક્કામાંથી નશીલા પદાર્થ ગાંજાનું ગેરકાયદે વેચાણ કરી રહેલી એક મહિલા ઝડપાઈ

Updated: Oct 13th, 2023


Google NewsGoogle News
જામનગર નજીક સિક્કામાંથી નશીલા પદાર્થ ગાંજાનું ગેરકાયદે વેચાણ કરી રહેલી એક મહિલા ઝડપાઈ 1 - image

image : Freepik

- એસ.ઓ.જી.ની ટીમ દ્વારા પાડવામાં આવેલા દરોડા દરમિયાન ગાંજાનો જથ્થો સપ્લાય કરનાર સિક્કાની વધુ એક મહિલાનું નામ ખુલ્યું

જામનગર,તા.13 ઓક્ટોબર 2023,શુક્રવાર

જામનગર તાલુકાના સિક્કા ગામમાં રહેતી એક મહિલાને એસ.ઓ.જી. ટુકડીએ ગેરકાયદે નસીલા પદાર્થ ગાંજાનું વેચાણ કરવા અંગે ઝડપી લીધી છે, અને તેની પાસેથી રૂ.1,600 ની કિંમતનો ગાંજાનો જથ્થો કબજે કર્યો છે. જ્યારે તેને ગાંજો સપ્લાય કરનાર સિક્કાની અન્ય એક મહિલાને ફરાર જાહેર કરાઈ છે.

મનગરની એસ.ઓ.જી શાખાએ પાડેલા આ દરોડાની વિગત એવી છે કે જામનગર તાલુકાના સિક્કા ગામમાં ધુળીયા પ્લોટમાં રહેતી જરીનાબેન ઝાકુબ ભાઈ ઉંમર (40) કે જે પોતાના ઘરમાંથી ગેરકાયદે રીતે ગાંજાનું વેચાણ થઇ રહ્યુ છે, જે બાતમીના આધારે ગઈકાલે મોડી સાંજે એસ.ઓ.જી.ની ટુકડી ત્રાટકી હતી. દરમિયાન ઝરીનાબેનના કબજામાંથી 160 ગ્રામ નસીલા પદાર્થ ગાંજાનો જથ્થો મળી આવ્યો કતો. તેથી પોલીસે 1,600 ની કિંમતનો 16 ગ્રામ ગાંજો કબજે કર્યો છે જ્યારે ઝરીનાબેન નીઅટકાયત કરી લઈ, તેની સામે એનડીપીએસ એક્ટની કલમ હેઠળ ગુન્હો નોંધ્યો છે. પોલીસ દ્વારા તેની વિશેષ પૂછપરછ ચલાવાઈ રહી હતતી તેને ઉપરોક્ત ગાંજાનો જથ્થો સિક્કામાં જ રહેતી રૂકશાનાબેન જુસબભાઈએ સપ્લાય કર્યો હોવાનું જાહેર કરવામાં આવ્યું છે, અને સિક્કા પોલીસ આ મામલે વધુ તપાસ ચલાવે છે.


Google NewsGoogle News