જામનગરમાં વુલનમીલની ચાલી વિસ્તારમાં રહેતા શાકભાજીના મહિલા વેપારી એક ચીટરના શીકાર બન્યા

Updated: Mar 10th, 2024


Google NewsGoogle News
જામનગરમાં વુલનમીલની ચાલી વિસ્તારમાં રહેતા શાકભાજીના મહિલા વેપારી એક ચીટરના શીકાર બન્યા 1 - image


Image Source: Freepik

'ફોન પૅ' નું રીસીવર સ્પીકર સસ્તા ભાવે આપવાની લાલચે પીન નંબર મેળવી ૪૮,૯૯૯ ની રકમ બેન્ક ખાતામાંથી ઉપાડી લીધા ની ફરિયાદ

જામનગર, તા. 10 માર્ચ 2024 રવિવાર

જામનગરમાં વુલનમિલ ની ચાલી વિસ્તારમાં રહેતા શાકભાજીના મહિલા વેપારી એક ચીટર શખ્સનો શિકાર બન્યા છે, અને ફોન પૅ નું રીસીવર સ્પીકર સસ્તા ભાવે અપાવી દેવાના બહાને ચીટર શખ્સે પીન નંબર મેળવી લઈ મહિલાના બેન્ક એકાઉન્ટમાંથી રૂપિયા ૫૮,૯૯૯ ની રકમ ટ્રાન્સફર કરાવી લઈ છેતરપિંડી આચર્યા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.

આ બનાવ અંગેની વિગત એવી છે કે જામનગરમાં વુલન મિલ ની ચાલીમાં રહેતા પ્રદીપ કુમાર મોહનલાલ ચૌહાણ, કે જેઓ શાક બકાલાની દુકાન ચલાવે છે. જેમાં તેના પત્ની અને પુત્રી પણ મદદ કરે છે.

દરમિયાન ગત ૨૩ ફેબ્રુઆરીના દિવસે પ્રદીપ કુમાર ચૌહાણ પોતાના દુકાનના કામે બહાર ગયા હતા, અને તેમની પત્ની તથા પુત્રી દુકાનમાં હાજર હતા. જે દરમિયાન ઇઝરાયેલ સમા નામનો એક શખ્સ દુકાને આવ્યો હતો, અને પોતે ફોન પૅ નો કર્મચારી છે, તેવી ખોટી ઓળખ આપી હતી. ત્યારબાદ તેણે ફોન પૅ મની રીસીવર સ્પીકર સસ્તા ભાવે આપવાની લાલચ આપી હતી, અને વધુ કમીશન આપવાની લાલચે રીસીવર સ્પીકર નું પેમેન્ટ કરવાના બહાને મહિલા વેપારી પાસેથી પીન નંબર જાણી લીધા હતાઝ ત્યારબાદ છળ કપટથી ફોન પૅ માંથી અલગ અલગ ટ્રાન્જેક્શન દ્વારા એક જ દિવસમાં કુલ ૪૮,૯૯૯ ની રકમ પોતાના બેંક ખાતામાં ટ્રાન્સફર કરી લઇ છેતરપિંડી આચરી હતી.

ત્યારબાદ પ્રદીપ કુમાર ચૌહાણ દુકાને આવ્યા હતા, અને તેને સમગ્ર ઘટનાની જાણ થતાં આ મામલો સાઇબર ક્રાઈમ પોલીસ મથકમાં લઈ જવાયો હતો. જેના અનુસંધાને જામનગરના સાઇબર ક્રાઈમ પોલીસ મથકમાં પ્રદીપ કુમાર મોહનલાલ ચૌહાણની ફરિયાદના આધારે આરોપી ઇઝરાયેલ શમા સામેં આઇપીસી કલમ ૪૧૯ અને ૪૨૦ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે, અને આરોપી નું લોકેશન દિલ્હી તરફનું મળેલું હોવાથી તપાસનો દોર તે તરફ લંબાવાયો છે.


Google NewsGoogle News