જામજોધપુરના ગીંગણી ગામે પરીણિતાને સંતાન ન થતું હોય સહિતના કારણોથી કર્યો આપઘાત
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ગીંગણી ગામે રહેતી એક પરીણિત મહિલાને સંતાન ન થવાનું અથવા અન્ય કોઈ કારણસર પોતાને ઘેર ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે.
આ બનાવની પ્રાપ્ત વિગત એવી છે કે, જામજાેધપુર તાલુકાના ગીંગણી ગામે રામ મંદિર પાસે રહેતી કૃપાબેન ઉર્ફે કિંજલબેન દીપકકુમાર અમૃતિયા નામની 29 વર્ષની પટેલ પરીણિતાના ત્રણ વર્ષ પહેલાં લગ્ન થયા હતા અને તેણીને સંતાન ન થતું હોવાનું અથવા અન્ય કોઈ કારણસર તેણીએ પોતાને ઘેર પંખામાં દુપટો બાંધી ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.
આ બનાવ અંગે રાજકોટ ખાતે રહેતાં નિકુુંજકુમાર કાંતિલાલ ગરાણા નામના વ્યકિતએ પોલીસને જાણ કરતાં ઘટનાસ્થળે દોડી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.