લાલપુર બાયપાસ પાસે ટાઇલ્સની ઓફિસમાંથી જુગારનો અખાડો ઝડપાયો
Image: Freepik
જામનગરના લાલપુર બાયપાસ પાસે એક ટાઇલ્સની ઓફિસમાં ગંજીપતાના પાના વડે જુગારન મોજ માણતા સાત શખ્સને એલસીબીએ સ્થાનિક પોલીસને અંધારામાં રાખી ઝડપી લઈ કુલ મળી રૂા. ૪.રર લાખનો મુદામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી આરંભી હતી.
જુગારના આ દરોડા અંગેની પ્રાપ્ત વિગત મુજબ જામનગરના છેવાડે લાલપુર બાયપાસ પાસે આવેલ પ્રણામી ટાઇલ્સની ઓફિસમાં બાતમીના આધારે એલસીબીએ દરોડો પાડયો હતો. જ્યાં ગંજીપતાના પાના વડે જુગાર રમતા નિલેશ પરસોતમભાઈ તાળા, નિમેશ કિશોરભાઈ અકબરી, કેવિન જીતેશભાઈ સંઘાણી, સ્મિત કિશોરભાઈ સાવલિયા, નીલેશ રમેશભાઈ ડાંગરિયા, કેવિલ નીતેશભાઈ ભંડેરી અને વિપુલ વલ્લભભાઈ સંઘાણી નામના સાત શખ્સને ઝડપી લઈ સ્થળ પરથી રૂા. ૧,૧ર,પ૦૦ની રોકડ રકમ તથા રૂા. ૬૦ હજારની કિંમતના સાત નંગ મોબાઈલ ફોન તથા રૂા. પ૦ હજારની કિંમતના ત્રણ નંગ મોટર સાયકલ અને રૂા. બે લાખની કિંમતની ચાર ફોર વ્હીલ કાર એમ કુલ મળી રૂપિયા ૪.રર લાખનો મુદામાલ કબ્જે લઈ જુગારધારા કલમ ૪–પ મુજબ કાર્યવાહી હાથ ધરી ઝડપાયેાલ શખ્સોને સિટી એ ડિવિઝન પોલીસ મથકે સોંપી દેવાયા હતા. સ્થાનિક પોલીસને અંધારામાં રાખી એલસીબીએ અત્રે દરોડો પાડતા સારી એવી શહેરભરમાં ચર્ચા જાગી છે. વધુમાં ઝડપાયેલા શખ્સો વેપાર ધંધા સાથે સંકળાયેલા છે.