જામનગરમાં લાલવાડી વિસ્તારમાં શાક માર્કેટનો ધંધાર્થી વરલીના આંકડા લખતાં ઝડપાયો: અન્ય ત્રણના નામ ખુલ્યા

Updated: Sep 20th, 2023


Google NewsGoogle News
જામનગરમાં લાલવાડી વિસ્તારમાં શાક માર્કેટનો ધંધાર્થી વરલીના આંકડા લખતાં ઝડપાયો: અન્ય ત્રણના નામ ખુલ્યા 1 - image

image : Freepik

જામનગર,તા.20 સપ્ટેમ્બર 2023,બુધવાર

જામનગરમાં લાલવાડી વિસ્તારમાં રહેતો એક શાકભાજીનો વિક્રેતા વરલી મટકાના આંકડા લખતાં પોલીસના હાથે ઝડપાયો છે. જેની સાથે વર્લીના આંકડાની કપાત કરનારા અન્ય ત્રણને ફરાર જાહેર કરાયા છે.

જામનગરમાં માણેક નગર નજીક લાલવાડી વિસ્તારમાં રહેતો અને શાકભાજીનો વેપાર કરતો વીરુમલ ચમનલાલ નાગપાલ નામનો સિંધી લોહાણા વેપારી ગઈકાલે જાહેરમાં વરલી મટકાના આંકડા લખતાં પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. પોલીસે તેની અટકાયત કરી લઇ રૂપિયા 5,230 ની રોકડ રકમ, મોબાઈલ ફોન તથા વરલી મટકાનું સાહિત્ય વગેરે કબજે કર્યા છે.

પોલીસની પૂછપરછ દરમિયાન પોતે જામનગરના કડિયાવાડ વિસ્તારમાં રહેતા કરણના નાનાણી નામના બુકી સાથે વરલીની કપાત કરતો હોવાનું તેનજ મામા ચોકીદાર અને પી.સી.- જામનગર નામના અન્ય શખ્સો પાસે પણ કરતો કરતો હોવાથી તે ત્રણેયને ફરાર જાહેર કરાયા છે.


Google NewsGoogle News