વિશ્વ પ્રસિદ્ધ ક્રિકેટર જામ રણજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ

Updated: Apr 3rd, 2024


Google NewsGoogle News
વિશ્વ પ્રસિદ્ધ ક્રિકેટર જામ રણજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ 1 - image


જાયન્ટ્સ ગ્રૂપ ઓફ જામનગર વેસ્ટ અને જામનગર ડિસ્ટ્રીકટ ક્રિકેટ એસોસિએશન દ્વારા વિશ્વ પ્રસિદ્ધ ક્રિકેટર અને જામનગરના રાજવી જામ રંજીતસિંહજીની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. 

વિશ્વ પ્રસિદ્ધ ક્રિકેટર જામ રણજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ 2 - image

રણમલ તળાવ નજીક આવેલી જામ રણજીતસિંહજી ની પ્રતિમા પાસે યોજાયેલા આ કાર્યક્રમમાં જાયન્ટ્સ ગ્રુપ ઓફ જામનગર વેસ્ટ ના પ્રમુખ હરીશ ત્રિવેદી, ફેડરેશન વાઇસ પ્રેસિડેન્ટ મુકેશ પાઠક,પૂર્વ પ્રમુખ જગત રાવલ તેમજ ડિસ્ટ્રીકટ ક્રિકેટ એસો.ના અજય સવાદિયા, ભરત મંથર અને મગન ગોહિલ, દુદા ભાઈ સહિત અનેક યુવા ક્રિકેટરો ઉપસ્થિત રહ્યા હતા,અને બે મિનિટ મૌન પાડી જામ રણજી અમર રહો ના નારા લગાવ્યા હતા.


Google NewsGoogle News