જામનગરમાં ગેમ ઝોન- વિડીયો પાર્લર વગેરેનો સર્વે કરવા માટે નવ અધિકારીઓની ટીમ બનાવાઈ
Image Source: Freepik
રાજકોટ ગેમઝોન દુર્ઘટનાના પગલે રાજ્ય સરકાર દ્વારા કરાયેલા આદેશ અનુસાર જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં ચાલતા ગેમ ઝોન, એમ્યુઝમેન્ટ પાર્ક, ફન પાર્ક, આનંદ પ્રમોદના સાધન ના સ્થળ વગેરેની ચકાસણી કરવાના હેતુસર એક ટીમનું ગઠન કરવામાં આવ્યું છે, અને જેમાં જુદા જુદા વિભાગના 9 અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.
જામનગર મહાનગરપાલિકાના મ્યુનિ. કમિશનર ડી.એન.મોદીના આદેશ અનુસાર જામનગર મહાનગરપાલિકાના સીટી ઇજનેર ભાવે જાની ના સીધી દોરવણી હેઠળ જુદા-જુદા નવ અધિકારીઓની ટિમ બનાવાઈ છે. જેમાં જામનગર મહાનગરપાલિકાના ચીફ ફાયર ઓફિસર કે. કે. બિશ્ર્નોઈ, જામનગર શહેર વિભાગના ડીવાયએસપી જયવીર સિંહ ઝાલા, જામનગર શહેર વિભાગના મામલતદાર વી.આર. માકડીયા, પી.જી.વી.સી.એલ.ના નાયબ ઈજનેર દિનેશચંદ્ર ડી. મારૂ, આસી. ટીપીઓ અનિલ ભટ્ટ, નાયબ કાર્યપાલક ઇજનેર ઋષભ મહેતા, જુનિયર ઈજનેર (મિકેનિકલ) સંદીપ પટેલ, એસ્ટેટ ઓફિસર નીતિન દીક્ષિત અને ફાયર બ્રિગેડ શાખાના ડેપ્યુટી ફાયર ઓફિસ ડી.એસ.પાંડિયન સહીતના 9 અધિકારીઓની ટીમ બનાવાઈ છે.
જે સમગ્ર અધિકારીઓ દ્વારા ગેમઝોન બાબતે ચકાસણી ની કાર્યવાહી ચાલી રહી છે, અને 24 કલાકમાં તમામ નો રિપોર્ટ તૈયાર કરાશે.