Get The App

જામનગર શહેર-જિલ્લામાં હોળી ધુળેટીના પર્વે ઇમર્જન્સી સેવા ૧૦૮ ની ૧૮ એમ્બ્યુલન્સ સાથેની ટિમ ખડે પગે રહેશે

Updated: Mar 23rd, 2024


Google NewsGoogle News
જામનગર શહેર-જિલ્લામાં હોળી ધુળેટીના પર્વે ઇમર્જન્સી સેવા ૧૦૮ ની ૧૮ એમ્બ્યુલન્સ સાથેની ટિમ ખડે પગે રહેશે 1 - image


જામનગર, તા. 23 માર્ચ 2024 શનિવાર

જામનગર શહેર અને જિલ્લામાં  ઉત્સવ પ્રેમીઓ કે જેઓ હોળી- ફૂલેટી ના પર્વની ભારે ઉત્સાહ પૂર્વક ઉજવણી કરતા હોય છે, આ તહેવારો દરમિયાન ઈમરજન્સી ૧૦૮ ની સેવાની ખૂબ જ જરૂરિયાત હોય છે, અને સૌથી વધુ કોલ આવતા હોય છે. જેને અનુલક્ષીને જામનગર જિલ્લાની તમામ ૧૦ જેટલી ૧૦૮ ની એમ્બ્યુલન્સ ની ટીમને તહેનાતમાં રાખી છે, અને બંને દિવસો દરમિયાન સતર્ક રહેશે.

હોળી ધુળેટી તહેવાર નિમિતે જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તાર માં  કુલ ૧૮ જેટલી ૧૦૮ એમ્બ્યુલેન્સ જરૂરી સાધન સામગ્રી તેમજ ૭૨ જેટલા સ્ટાફ સાથે કાર્યરત રહેશે.

જામનગર જિલ્લા ના ઇએમઆરઆઈ જી.એચ.એસ.-૧૦૮  ના મેનેજર જયદેવસિંહ જાડેજા ના જણાવ્યા અનુસાર તહેવારો માં સામાન્ય દિવસો કરતા ૧૫ ટકા થી ૨૦ ટકા ઇમર્જન્સી ઘટના વધુ બનતી હોવા થી જેના અનુસંધાને ગ્રામ્ય અને શહેર માં ૧૮ જેટલી ૧૦૮ નંબરની એમ્બ્યુલેન્સ સ્ટેન્ડ બાય રહેશે. અને તમામ ૭૨ જેટલો સ્ટાફ ચોવીસેય કલાક સતર્ક રહેશે. તેમજ જાહેર જનતા ને કોઈ પણ આપાતકાલીન ઘટના માટે તુરતજ ૧૦૮ માં કોલ કરવા જણાવ્યું છે.


Google NewsGoogle News